° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


શા માટે શિલ્પા શેટ્ટીએ  કિરણ ખેરને કહ્યું કે મને દત્તક લઈ લો, જુઓ વીડિયો

25 November, 2021 06:21 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિયોમાં શિલ્પા શેટ્ટી કહેતી સંભળાય છે કે, `હું શૂટમાં માત્ર જ્વેલરી જોવા માટે આવું છું.`

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

 

બૉલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર રિયાલિટી શો `ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ`ના સેટ પરથી પડદા પાછળનો એક નવો વીડિયો ચાહકો માટે શેર કર્યો છે. જેમાં તે કિરણ ખેર અને બાદશાહ સાથે જજની ભૂમિકામાં છે.

આ વીડિયો ક્લિપમાં શિલ્પા શેટ્ટી કિરણ ખેરના નેકલેસ પર કેમેરાને ઝૂમ કરે છે. વિડિયોમાં શિલ્પા શેટ્ટી કહેતી સંભળાય છે કે, `હું શૂટમાં માત્ર જ્વેલરી જોવા માટે આવું છું.`

આ વિડિયોમાં શિલ્પા શેટ્ટીને આગળ કહેતા સાંભળી શકાય છે, `મૈં તો બોલ રહી હૂં, મુજે અપના લો.` ત્યાર બાદ શિલ્પા શેટ્ટી હસવા લાગે છે. વીડિયોમાં શિલ્પા કિરણ ખેર સાથે પોતાને દત્તક લેવાની વાત કરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી બાદશાહ અને  કિરણ ખેર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.  કિરણ ખેર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વાત સાંભળે છે અને કહે છે કે જો સિકંદરને પહેરવા પડશે તો શાયદ પણ જ્વેલરી પહેરશે. કિરણ આગળ કહે છે કે મને લાગે છે કે મારે મારા કેટલાક ઘરેણાં વેચવા જોઈએ, કારણ કે સિકંદર લગ્ન નથી કરી રહ્યો…તેણે કહ્યું કે આવું ન કરો મારી પત્ની તેને પહેરશે.`

શિલ્પા શેટ્ટી મજાકમાં આગળ કહે છે, `સિકુ, હું જ્વેલરી લઉં છું. આ પછી તે કેમેરો બાદશાહ તરફ ફેરવે છે અને કહે છે, શું તમે કંઈક કહેવા માંગો છો? આ પછી બાદશાહ સ્વર્ગસ્થ અભિનેતા અમરીશ પુરીની નકલ કરે 

નોંધનીય છે કે, કેન્સરની બિમારીને હરાવીને કિરણ ખેર ફરીથી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ દ્વારા નાના પડદા પર પાછી ફરી છે. થોડા મહિનાઓ પહેલા કિરણ ખેરને કેન્સર હોવાનું નિદાન થયું હતું, ત્યારપછી તેની સારવાર ચાલી રહી હતી. આ રિયાલિટી શો વિશે કિરણ ખેર કહે છે કે આ શો હંમેશા તેના દિલની નજીક રહ્યો છે. આ રિયાલિટી શો સાથે તેનું આ નવમું વર્ષ છે.

 

25 November, 2021 06:21 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK