Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાન આટલા મોટા ‘મન્નત’માં શું કરે છે એ મારે પૂછવું છે : સલમાન ખાન

શાહરુખ ખાન આટલા મોટા ‘મન્નત’માં શું કરે છે એ મારે પૂછવું છે : સલમાન ખાન

05 August, 2022 05:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરામાં આવેલો શાહરુખનો આ બંગલો ૬ ફ્લોરનો છે. એને શાહરુખની વાઇફ ગૌરી ખાને ડિઝાઇન કર્યો છે

શાહરુખ ખાન અને સલમાન ખાન

શાહરુખ ખાન અને સલમાન ખાન


શાહરુખ ખાન અગાઉ સલમાન ખાનને બંગલો ‘મન્નત’ ખરીદવાની ઑફર મળી હતી પરંતુ તેના પિતા સલીમ ખાને તેને એમ કહીને ના પાડી કે આટલા મોટા ઘરમાં તે શું કરશે. બાંદરામાં આવેલો શાહરુખનો આ બંગલો ૬ ફ્લોરનો છે. એને શાહરુખની વાઇફ ગૌરી ખાને ડિઝાઇન કર્યો છે. એ બંગલાની કિંમત અંદાજે બસો કરોડ આંકવામાં આવે છે. એમાં લક્ઝુરિયસ સગવડો છે. એક ઇન્ટરવ્યુમાં સલમાનને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે શાહરુખ પાસે છે અને તારી પણ ઇચ્છા તેને લેવાની હતી. એ વિશે સલમાને કહ્યું કે ‘તેનો બંગલો ‘મન્નત’ની પહેલી ઑફર મને આવી હતી. એ વખતે મારી કરીઅરની મેં શરૂઆત કરી હતી. મારા ડૅડીએ કહ્યું કે ‘ઇતને બડે ઘર મેં તુમ ક્યા કરોગે?’ હું પણ શાહરુખને પૂછવા માગું છું કે ઇતને બડે ઘર મેં કરતા ક્યા હૈ તૂ.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK