° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


ઑસ્કર વિનર ફિલ્મમેકર આસિફ કાપડિયાની હિન્દી સિરીઝ ‘ધ લાસ્ટ અવર’માં શું છે?

07 May, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સુપરનૅચરલ થ્રિલરમાં સંજય કપૂર, રાઇમા સેન, શહાના ગોસ્વામી જેવા કલાકારો છે

ઑસ્કર વિનર ફિલ્મમેકર આસિફ કાપડિયાની  હિન્દી સિરીઝ ‘ધ લાસ્ટ અવર’માં શું છે?

ઑસ્કર વિનર ફિલ્મમેકર આસિફ કાપડિયાની હિન્દી સિરીઝ ‘ધ લાસ્ટ અવર’માં શું છે?

ઍમેઝૉન પ્રાઇમ પર ૧૪ મેએ સુપરનૅચરલ થ્રિલર જોનરની વેબ-સિરીઝ ‘ધ લાસ્ટ અવર’ રિલીઝ થવાની છે જેમાં સંજય કપૂર અને રાઇમા સેન લીડ રોલમાં છે. બ્રિટિશ ફિલ્મમેકર આસિફ કાપડિયા આ સિરીઝના ક્રીએટિવ પ્રોડ્યુસર છે. ‘માઇન્ડ હન્ટર’, ‘સેન્ના’, ‘એમી’ ફેમ આસિફ કાપડિયાની ફિલ્મો ઑસ્કર અને બ્રિટિશ ઍકૅડેમી સહિતના અવૉર્ડ જીતી ચૂકી છે. શોની વાર્તા હિમાચલ પ્રદેશના એક શહેરમાં આકાર લે છે જ્યાં તંત્રવિદ્યા જાણનાર વ્યક્તિ રહસ્યમયી ખૂનીને પકડવા માટે પોલીસ સાથે હાથ મિલાવે છે. વ્યક્તિના મૃત્યુ પહેલાંના એક કલાકમાં શું બન્યું એની વાત આ સિરીઝમાં છે.
‘ધ લાસ્ટ અવર’માં સંજય કપૂર, રાઇમા સેન ઉપરાંત શહાના ગોસ્વામી, કર્મા તકપા, શેલી ક્રિશેન, રૉબિન તમંગ, મંદાકિની ગોસ્વામી વગેરે કલાકારો મહત્ત્વના રોલમાં છે, તો ‘મૉન્સૂન શૂટઆઉટ’ ફેમ ડિરેક્ટર અમિત કુમાર ‘ધ લાસ્ટ અવર’ના ડિરેક્ટર છે. 
તેઓ આ સિરીઝના લેખક અને પ્રોડ્યુસર પણ છે. ‘ધ લાસ્ટ અવર’નું શૂટિંગ ૨૦૧૯માં જ પૂરું થઈ ચૂક્યું હતું અને ૨૦૨૦માં એ રિલીઝ થવાની હતી, પણ કોરોનાને લીધે એની રિલીઝ અટકી ગઈ હતી.

07 May, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

ફિલ્મમેકર્સની સમોસા પાર્ટી, હનીમૂન એન્જૉય કરી રહી છે એવલિન શર્મા અને વધુ સમાચાર

18 June, 2021 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્કૂલ બિલ્ડિંગ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું અક્ષયકુમારે

કાશ્મીરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અક્ષયકુમારે

18 June, 2021 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરીના કપૂર ખાનનો વિરોધ કર્યો બજરંગ દળે

અભિનેત્રીને એક ફિલ્મ માટે સીતાનું પાત્ર ઑફર કરવામાં આવ્યું હોવાની વાતને લઈને એ ફિલ્મ વિશે બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે

18 June, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK