° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


નુસરતને પગમાં શું થયું?

27 May, 2022 04:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર કમેન્ટ કરી રહ્યા છે કે તે હાઈ હીલ્સ પહેરે છે અને એથી આવી તકલીફ ઊભી થઈ છે. જોકે તેની ઈજાનું ખરું કારણ નથી જાણવા મળ્યું.

નુસરત ભરુચા

નુસરત ભરુચા

નુસરત ભરૂચાને પગમાં ઈજા થઈ છે અને એવી હાલતમાં પણ તે તેની આગામી ફિલ્મ ‘જનહિત મેં જારી’ના પ્રમોશનમાં પહોંચી હતી. તેના ડાબા પગમાં બ્લૅક કાસ્ટ લગાવેલું છે. તે પ્રમોશનમાં પહોંચી તો તે ચાલી પણ નહોતી શકતી. આ ફિલ્મ ૧૦ જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ કૉમેડી-ડ્રામામાં તે એક એવી મહિલાના રોલમાં દેખાવાની છે જે મધ્ય પ્રદેશના નાનકડા શહેરમાં કૉન્ડોમ વેચવાની ચૅલેન્જ લે છે. કૉન્ડોમને લઈને ચાલતી સામાજિક ચર્ચા વિશે ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું ત્યારે સોશ્યલ મીડિયામાં નુસરતને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. સાથે જ તેને ખરાબ અને અપમાનજનક કમેન્ટ્સનો પણ સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના પ્રમોશનમાં તે પહોંચી એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં દેખાય છે કે તે કારમાંથી ઊતરે છે અને તેનો કો-ઍક્ટર અનુદ સિંહ ઢાકા તેને સંભાળે છે. આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર કમેન્ટ કરી રહ્યા છે કે તે હાઈ હીલ્સ પહેરે છે અને એથી આવી તકલીફ ઊભી થઈ છે. જોકે તેની ઈજાનું ખરું કારણ નથી જાણવા મળ્યું.

27 May, 2022 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોના મોહાપાત્રાએ બૉલિવૂડને વખોડ્યું: કહ્યું ‘આ’ શરમજનક વાત છે

બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા અને સંગીતકાર સોના મહાપાત્રાએ એવા સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે જેઓ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા છતાં હિન્દી નથી બોલતા

30 June, 2022 03:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કમલ હાસનની ‘વિક્રમ’ ૮ જુલાઈથી ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળશે

આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં જોવા મળશે

30 June, 2022 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વરુણે કોને ‘પટાખા’ કહી છે, જેણે તેની બે દિવસ કરી હતી દેખભાળ?

આ તેની વાઇફ નતાશા દલાલ નહીં, પરંતુ જાહ‍્નવી કપૂર છે

30 June, 2022 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK