° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


અમે યંગ જનરેશનને સ્ટારડમ ભેટ નહીં આપીએ : સલમાન ખાન

24 November, 2021 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે ઍક્ટર્સે એ માટે ખૂબ મહેનત કરવી પડશે

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે તેઓ યંગર જનરેશનને સ્ટારડમ ભેટ નહીં આપે. તેનું કહેવું છે કે આને માટે તેમણે સખત મહેનત કરવી પડશે. આ​મિર ખાન, શાહરુખ ખાન, અક્ષયકુમાર, અજય દેવગન અને હૃતિક રોશન જેવા ઘણા સ્ટાર્સ છે જેનું સ્ટારડમ સાતમા આસમાને છે. જોકે એમ છતાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે સ્ટારડમનો એરા પૂરો થવા આવ્યો છે. આ વિશે વાત કરતાં સલમાન ખાને કહ્યું હતું કે ‘હું પણ એવું સાંભળી રહ્યો છું કે સ્ટારડમ કા ઝમાના ખતમ હો ગયા હૈ. છેલ્લી ચાર જનરેશનથી હું આ સાંભળી રહ્યો છું કે આ સ્ટાર્સની છેલ્લી જનરેશન છે. જોકે અમે આ યંગ જનરેશનને સરળતાથી મળે એવું નહીં કરીએ. અમે સ્ટારડમ તેમને ભેટ નહીં આપીએ. આને માટે તેમણે સખત મહેનત કરવી પડશે, જેવી મહેનત આજે પણ અમે પંચાવન વર્ષની ઉંમરે કરી રહ્યા છીએ. સુપરસ્ટાર્સનો એરા ક્યારેય ગાયબ નહીં થાય. અમે જઈશું અને કોઈક નવું આવશે. મને નથી લાગતું કે સ્ટાર્સના એરાનો અંત આવશે, કારણ કે એ હંમેશાં રહેશે. જોકે એ બધું ઘણી બાબતો પર આધાર રાખે છે. ફિલ્મોની પસંદગી, તમે રિયલ લાઇફમાં કેવા છો. આ એક પૅકેજ હોય છે. યંગ જનરેશનનું પણ તેમનું સ્ટારડમ હશે.’

24 November, 2021 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK