Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેસી ઓનિલના હૉલીવુડના અનુભવનો ‘પઠાણ’માં અમે ભરપૂર ઉપયોગ કર્યો છે : સિદ્ધાર્થ આનંદ

કેસી ઓનિલના હૉલીવુડના અનુભવનો ‘પઠાણ’માં અમે ભરપૂર ઉપયોગ કર્યો છે : સિદ્ધાર્થ આનંદ

25 November, 2022 12:42 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

શાહરુખ ખાનની ‘પઠાણ’ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે

જૉન એબ્રાહમ અને શાહરુખ ખાન

જૉન એબ્રાહમ અને શાહરુખ ખાન


શાહરુખ ખાનની ‘પઠાણ’માં ટૉમ ક્રૂઝની ફિલ્મના ઍક્શન ડિરેક્ટર કેસી ઓનિલને પસંદ કરવામાં આવ્યો છે. આદિત્ય ચોપડા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘આપણા દેશના સૌથી મોટા ​હીરો શાહરુખ ખાન સાથે કામ કરવા માટે અને ઍક્શન ફિલ્મ બનાવવા માટે એટલી જ મોટી અને સારી ટીમની જરૂર પડે છે. મને ખુશી છે કે મને એવી જ એક સારી ટીમ મળી છે. હું કેસી ઓનિલ સાથે મળીને આ ફિલ્મની ​ઍક્શન બનાવી રહ્યો છું. તેણે ટૉમ ક્રૂઝ સાથે ખૂબ મોટા લેવલ પર કામ કર્યું છે.’

કેસી ઓનિલને ઍમી અવૉર્ડ મળ્યો છે અને તે હૉલીવુડના બેસ્ટ ઍક્શન ડિરેક્ટરમાંનો એક છે. ‘જૅક રિચર’ અને ‘મિશન ઇમ્પૉસિબલ’ જેવી સિરીઝ સાથે તેણે ‘ટૉપ ગન : મેવરિક’ અને માર્વલ સ્ટુડિયોઝ સાથે પણ કામ કર્યું છે. આ વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું કે ‘તેની પાસે અનુભવનો ખજાનો છે અને તેણે ‘પઠાણ’ માટે એટલી જોરદાર ઍક્શન સીક્વન્સ ડિઝાઇન કરી છે કે દર્શકો તેમની સીટ પકડીને બેસી રહેશે. કેસીએ ‘પઠાણ’ને પણ હૉલીવુડ સ્ટાઇલની બનાવવી છે, જે લોકોના હોંશ ઉડાડી દેશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 12:42 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK