Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Taapsee Pannu:પાપારાઝી સાથે થઈ રકઝક, યુઝર્સે કહ્યું આ બીજી કંગના બની રહી છે

Taapsee Pannu:પાપારાઝી સાથે થઈ રકઝક, યુઝર્સે કહ્યું આ બીજી કંગના બની રહી છે

09 August, 2022 12:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાપસી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટ પર પાપારાઝી પણ તાપસીને કવર કરવા આવ્યા હતા. વીડિયો જોઈને લાગે છે કે પાપારાઝી ઘણા સમયથી અભિનેત્રીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કદાચ તે પોતાનો સમય આપી શકી ન હતી.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)


કંગના રનૌત પછી તાપસી પન્નુ (Taapsee Pannu) એકમાત્ર બોલીવુડ અભિનેત્રી છે જે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાપસી પન્નુ દરરોજ કંઈક એવું નિવેદન આપે છે, જે તેને ચર્ચામાં લાવે છે. તાજેતરમાં તાપસી પન્નુએ કરણ જોહરના શો `કોફી વિથ કરણ` વિશે નિવેદન આપ્યું હતું, જેના પછી તે સમાચારમાં આવી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર તાપસી પન્નુનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાપારાઝી સાથે રકઝક કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તાપસી પેપના વર્તનથી નારાજ જોવા મળી રહી છે. વીડિયો સામે આવતાની સાથે જ ફેન્સે પણ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

વાસ્તવમાં તાપસી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટ પર પાપારાઝી પણ તાપસીને કવર કરવા આવ્યા હતા. વીડિયો જોઈને લાગે છે કે પાપારાઝી ઘણા સમયથી અભિનેત્રીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કદાચ તે પોતાનો સમય આપી શકી ન હતી. વીડિયોમાં તાપસીને એવું કહેતા સાંભળી શકાય છે કે, "ત્યાં મને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમે મારા પર કેમ બૂમો પાડી રહ્યા છો. તમે કેમ એવું બોલી રહ્યા છો કે મેં તમને બોલાવ્યા છે. તમે મારી સાથે નમ્રતાથી વાત કરો હું પણ તમારી સાથે નમ્રતાથી વાત કરીશ. કેમેરો મારા પર છે, તમારી તરફ નથી, તેથી ફક્ત એક બાજુ જ દેખાય છે. જો કેમેરો તમારા પર હોત, તો તમને ખબર હોત કે તમે કેવી રીતે વાત કરો છો." જો કે, આ દરમિયાન પાપારાજી એમ કહેતા જોવા મળે છે કે, `અમે તમારી સાથે સારી રીતે જ વાત કરી છે`.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)


 નોંધનીય છે કે પાપારાઝી સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત તેઓ એક્ટરનું કવરેજ કરવામાં ઓવર એક્સાઈટેડ થઈ જતા હોય છે. આને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને તાપસીનું આ વર્તન પસંદ આવ્યું નથી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે આ બીજી કંગના રનૌત બની રહી છે. તાજેતરમાં જ તાપસીએ કરણ જોહરના શો વિશે કહ્યું હતું કે તેની સેક્સ લાઈફ એટલી રસપ્રદ નથી કે તેને શોમાં બોલાવવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2022 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK