Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો ‘ડૉક્ટર G’ની ફાતિમાને

જોઈ લો ‘ડૉક્ટર G’ની ફાતિમાને

18 September, 2021 01:32 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રકુલપ્રીત સિંહ, આયુષ્માન ખુરાના અને શેફાલી શાહ પણ લીડ રોલમાં છે.

આયુષ્માન ખુરાના અને રકુલપ્રીત સિંહ

આયુષ્માન ખુરાના અને રકુલપ્રીત સિંહ


રકુલપ્રીત સિંહે તેની આગામી ‘ડૉક્ટર G’નો લુક શૅર કર્યો છે. આ ફિલ્મમાં તે ડૉક્ટર ફાતિમાની ભૂમિકામાં દેખાશે. તેની સાથે આયુષ્માન ખુરાના અને શેફાલી શાહ પણ લીડ રોલમાં છે. ફિલ્મને અનુભૂતિ કશ્યપે ડિરેક્ટ કરી છે. પોતાના પાત્રને સચોટતાથી દેખાડવા માટે રકુલ, આયુષ્માન અને શેફાલીએ ડૉક્ટર પાસેથી સ્પેશ્યલ સેશન લીધું હતું. આ ફિલ્મ એક કૅમ્પસ કૉમેડી ડ્રામા છે. પોતાના લુકને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી કે ‘અહીં તમારી સામે પ્રેઝન્ટ કરું છું ડૉક્ટર ફાતિમા. આ મારું એક્સાઇટિંગ પાત્ર છે અને એની સ્ક્રિપ્ટને લઈને હું સુપર એક્સાઇટેડ છું.’

ફિલ્મના શૂટિંગના અનુભવ વિશે રકુલે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ડૉક્ટર G’નું શૂટિંગ કરવાનો અનુભવ મારા માટે ઇન્ટરેસ્ટિંગ રહ્યો હતો. હું ડૉક્ટરનું પાત્ર ભજવતી હોવાથી એમની રીતભાત અને વર્તનને સચોટતાથી દેખાડવાં જરૂરી હતું. મેડિકલ જગત સાથે જોડાયેલી અગત્યની વસ્તુઓને શીખવી જરૂરી બની જાય છે જેથી એ સ્ક્રીન પર રિયલ દેખાય. ડૉક્ટર ફાતિમા બનવાની જર્નીની પ્રોસેસ મારા માટે અદ્ભુત હતી, એને હું આજીવન માણતી રહીશ.’



પાત્રમાં ઓતપ્રોત થવા માટે કેવી તૈયારી કરી હતી એ વિશે પણ રકુલે કહ્યું હતું કે ‘અમે યોગ્ય લુક મળે એ માટે મલ્ટિપલ લુક-ટેસ્ટ્સ કરી હતી. અમારો પ્રયાસ હતો કે જેમ બને એમ પાત્રને રિયલ દેખાડવામાં આવે. સાથે જ એની ક્વૉલિટીને દેખાડવામાં આવે. ડૉક્ટરનો કોટ પહેરવા માત્રથી જ તમને જવાબદારીનો અહેસાસ થાય છે. સીન્સ માટે દરદીઓની સારવાર કરતી વખતે જ ડૉક્ટર્સની કેટલી જવાબદારી હોય છે એનો ખરા અર્થમાં અનુભવ થાય છે. સાથે જ તેમની લાઇફ કેટલી અઘરી છે એ પણ જાણી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2021 01:32 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK