Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Viral Video: સાઉથના આ ગીત પર મન મુકીને નાચી કેટરિના, બાળકો સાથે કર્યો ડાન્સ

Viral Video: સાઉથના આ ગીત પર મન મુકીને નાચી કેટરિના, બાળકો સાથે કર્યો ડાન્સ

26 September, 2022 03:58 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વાયરલ થઈ રહેલો આ વીડિયો મદુરાઈની માઉન્ટેન વ્યૂ સ્કૂલનો છે, જ્યાં કેટરિના કૈફ દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા થાલાપતિ વિજયની ફિલ્મ બીસ્ટના ગીત `મલમ પીતા પીતા દે` પર ડાન્સ કરી રહી છે.

કેટરિના કૈફ

Watch Video

કેટરિના કૈફ


હાલમાં જ બૉલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (katrina Kaif)નો એક વાયરલ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. કેટરિના કૈફ, જે તેના શ્રેષ્ઠ ડાન્સ મૂવ્સ માટે બી-ટાઉનના ચાહકોમાં છે, તે આ દિવસોમાં અલગ અંદાજમાં જોવા મળી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટરિના કૈફ લેટેસ્ટ ડાન્સ સોન્ગ પર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો તમિલનાડુની એક સ્કૂલનો જણાવવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો મદુરાઈની માઉન્ટેન વ્યૂ સ્કૂલનો છે, જ્યાં કેટરિના કૈફ દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા થાલાપતિ વિજયની ફિલ્મ બીસ્ટના ગીત `મલમ પીતા પીતા દે` પર ડાન્સ કરી રહી છે. આ દરમિયાન કેટરીના કૈફ સ્કૂલના બાળકો સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી હતી.




આ પણ વાંચોઃ Navratri Special: મા કાલી અને મીરાબાઈનો રોલ ભજવ્યા બાદ અભિનેત્રીની બદલાઈ જીંદગી


વીડિયોમાં સિમ્પલ લુકમાં દેખાતી કેટરિના બાળકો સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને સિમ્પલ કુર્તીમાં તેની સ્ટાઇલ ખૂબ જ આકર્ષક અને સુંદર લાગે છે.

આ પણ વાંચો: ઐશ્વર્યાની સાથે દીકરી આરાધ્યા પણ જોવા મળશે આ ફિલ્મમાં, અભિનેત્રીએ કર્યો આ ખુલાસો

કેટરીના કૈફના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને લોકો જોઈ રહ્યા છે અને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં કેટરીના નાના બાળકો સાથે સાદા ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન કેટરીના નોન-ગ્લેમ લુકમાં જોવા મળી હતી, તે માત્ર બાળકો સાથે જ નહીં, પરંતુ માતાઓ અને શિક્ષકો સાથે પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: મની લોન્ડ્રિંગ કેસમાં જૅકલીન ફર્નાન્ડીઝને હાશકારો, કોર્ટે આપ્યા વચગાળાના જામીન

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2022 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK