Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે Vikram Gokhale માટે Amitabh Bachchanએ લખ્યો CMને પત્ર, થયું મોટું કામ

જ્યારે Vikram Gokhale માટે Amitabh Bachchanએ લખ્યો CMને પત્ર, થયું મોટું કામ

26 November, 2022 05:13 PM IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ (Bollywood)અને મરાઠી ફિલ્મોના (Marathi Film) દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ (Veteran Actor Vikram Gokhale) આ વિશ્વને અલવિદા કહી દીધું છે.

વિક્રમ ગોખલે અને અમિતાભ બચ્ચનની તસવીરનું કૉલાજ

વિક્રમ ગોખલે અને અમિતાભ બચ્ચનની તસવીરનું કૉલાજ


બૉલિવૂડ (Bollywood)અને મરાઠી ફિલ્મોના (Marathi Film) દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ (Veteran Actor Vikram Gokhale) આ વિશ્વને અલવિદા કહી દીધું છે. 77 વર્ષીય વિક્રમ ગોખલેએ (Vikram Gokhale) શનિવારે (Saturday) પુણેના (Pune) દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં (Deenanath Mangeshkar Hospital) પોતાના અંતિમ શ્વાસ લીધા. છેલ્લા ઘણાં વખતથી બીમાર હતા અને આખરે તેમનું નિધન થઈ ગયું. વિક્રમ ગોખલેએ (Vikram Gokhale) અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) ફિલ્મ દ્વારા બૉલિવૂડ ડેબ્યૂ (Bollywood Debut) કર્યો હતો અને શરૂઆતના સમયમાં તેમનો ખૂબ જ સાથ આપ્યો હતો. અમિતાભે વિક્રમ માટે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો.

અમિતાભ બચ્ચે લખ્યો હતો પત્ર
વિક્રમ ગોખલેએ 26 વર્ષની ઉંમરમાં જ 1971માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ પરવાના દ્વારા ડેબ્યૂ કર્યો હતો. વિક્રમ અને અમિતાભે અગ્નિપથ, ખુદા ગવાહ, પરવાના જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું. વિક્રમના શરૂઆતના સમયમાં જ્યારે તે રહેવા માટે ઘર શોધી રહ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને તેમની મદદ કરી હતી. ટાઈમ્સ ઑફિસ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન એકવાર વિક્રમે કહ્યું હતું કે, "જ્યારે હું મુંબઈમાં આવ્યો હતો ત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. ત્યારે રહેવા માટે પણ મારી પાસે જગ્યા નહોતી. ત્યારે અમિતાભે મારે માટે તત્કાલીન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મનોહર જોશીને પત્ર લખ્યો હતો અને તેમની ભલામણ થકી રહેવા માટે સરકારી ઘર મળ્યું હતું. મારી પાસે આજે પણ અમિતાભની તે ચિટ્ઠી છે, જેને મેં ફ્રેમ કરાવીને રાખી છે." અમિતાભનો આ પત્ર, વિક્રમ માટે લકી સાબિત થયો હતો અને દિવંગત અભિનેતાને રહેવા માટે જગ્યા મળી હતી.



અમિતાભ પર થાય છે ગર્વ
અમિતાભ સાથે મિત્રતાને યાદ કરતા વિક્રમે કહ્યું હતું, "મને આ વાત કરતા ગર્વ અનુભવાય છે કે હું અમિતાભને છેલ્લા લગભગ 50-55 વર્ષથી ઓળખું છું. મને તેમનો અંદાજ અને નેચર ખૂબ જ ગમે છે. અમિતાભ બચ્ચન, ભારતીય સિનેમાના બહેતરીન એક્ટર છે અને એક સારા મિત્ર પણ છે. મેં તેમની સ્ટ્રગલ જોઈ છે અને તે સમય જોયો છે જ્યારે તે કામ માટે પ્રયત્ન કરતા હતા."


આ પણ વાંચો : વેટરન એક્ટર વિક્રમ ગોખલેનું 77ની વયે નિધન, વેન્ટિલેટર પર હતા અભિનેતા

પુણેમાં થશે અંતિમ સંસ્કાર
વિક્રમ ગોખલેએ 77ની વયે પુણે સ્થિત હૉસ્પિટલમાં 26 નેવમ્બરે બપોરે અંતિમ શ્વાસ લીધા. પુણેના વૈકુંઠ ક્રેમેટોરિયમમાં આજે સાંજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી સમાચાર હતા કે અભિનેતા પુણે સ્થિત દીનાનાથ હૉસ્પિટલમાં દાખલ હચા. તેમની સારવાર ચાલી રહી હતી. સ્થિતિ નાજુક હતી. જો કે, ડૉક્ટર્સ તેમને રિવાઈવ કરવાના દરેક પ્રયત્નો કરી રહ્યા હતા.


વિક્રમ ગોખલેનું ફિલ્મી કરિઅર
એક્ટરના કરિઅરની વાત કરીએ તો વિક્રમ ગોખલેએ અનેક બૉલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કર્યું. લેજેન્ડરી એક્ટરે માત્ર 26 વર્ષની ઉંમરે એક્ટિંગ જગતમાં શરૂઆત કરી હતી. 1971માં બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યો હતો. પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથેની હતી. ફિલ્મનું નામ `પરવાના`. વિક્રમ ગોખલેને બ્લૉકબસ્ટર ફિલ્મ `હમ દિલ દે ચૂકે સનમ` માટે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં વિક્રમ ગોખલેએ ઐશ્વર્યા રાયના પિતાનો રોલ ભજવ્યો હતો. ત્યાર બાદ એક્ટરને `ખુદા ગવાહ` અને `અગ્નિપથ`માં પણ લોકપ્રિયતા મળી અને તેઓ ઘર-ઘરમાં જાણીતા થયા.

આ પણ વાંચો : જો મંજૂરી વિના કર્યો `બીગ બી` ના ફોટા કે અવાજનો ઉપયોગ તો થશે...

વિક્રમ ગોખલેને વર્ષ 2010માં મરાઠી ફિલ્મ `અનુમતી`માં જોવામાં આવ્યા, જેમાં તેમની જબરજસ્ત પર્ફૉર્મેન્સે બધાનું મન જીતી લીધું. આ ફિલ્મ માટે વિક્રમ ગોખલેને બેસ્ટર એક્ટરના નેશનલ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જણાવવાનું કે લેજેન્ડરી એક્ટર વિક્રમ ગોખલે મરાઠી થિયેટર અને ફિલ્મ એક્ટર ચંદ્રકાન્ત ગોખલેના દીકરા હતા. માત્ર હિન્દી નહીં, રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ વિક્રમ ગોખલેએ શાનદાર કામ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 05:13 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK