° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


News In Short: બરફની અંદર યુદ્ધની એક કળા ‘કલારીપયટ્ટુ’ કરી વિદ્યુત જામવાલે

29 June, 2022 06:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનું કહેવું છે કે તે વિશ્વનો ટોચનો માર્શલ આર્ટિસ્ટ છે

બરફની અંદર યુદ્ધની એક કળા ‘કલારીપયટ્ટુ’ કરી વિદ્યુત જામવાલે

બરફની અંદર યુદ્ધની એક કળા ‘કલારીપયટ્ટુ’ કરી વિદ્યુત જામવાલે

વિદ્યુત જામવાલે હિમાલયમાં બરફની અંદર આપણા દેશની સૌથી જૂની યુદ્ધની એક કળા ‘કલારીપયટ્ટુ’ કરી દેખાડી છે. તેનું કહેવું છે કે તે વિશ્વનો ટોચનો માર્શલ આર્ટિસ્ટ છે. 
તેની આગામી ફિલ્મ ‘ખુદા હાફિઝ ચૅપ્ટર II અગ્નિપરીક્ષા’ ૮ જુલાઈએ રિલીઝ થવાની છે. હાલમાં બરફની અંદરની વિડિયો ક્લિપ તેણે શૅર કરી છે. એ ક્લિપમાં દેખાય છે કે તે શર્ટ પહેર્યા વગર બરફની અંદર બેઠો છે અને હાથથી અમુક મુદ્રાઓ બનાવી રહ્યો છે. આવું કરવાનું કારણ પૂછવામાં આવતાં વિદ્યુત જામવાલે કહ્યું કે ‘દરેક માર્શલ આર્ટિસ્ટમાં અલગ પ્રકારની શારીરિક ક્ષમતાઓ હોય છે અને આવા પ્રકારે મેડિટેશન કરીને નવાં ક્ષેત્રોનાં દ્વાર ખોલી રહ્યો છું.’
આ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુત જામવાલે કૅપ્શન આપી હતી, ‘કલારીપયટ્ટુ મુજબ દરેકની અંદર એક યોગી હાજર હોય છે, જે આગળ વધવા માટે રાહ જુએ છે.’

વરુણ ધવનને હવે કોની સાથે કામ કરવાની ઇચ્છા છે?

વરુણ ધવને જણાવ્યું છે કે તેને હવે કોની સાથે કામ કરવાની ઇચ્છા છે. તેની શુક્રવારે રિલીઝ થયેલી ‘જુગ જુગ જીયો’માં તેના પિતાના રોલમાં અનિલ કપૂર હતો. હવે વરુણે જ જણાવ્યું છે કે તેને અર્જુન કપૂર સાથે કામ કરવું છે. થોડા સમય અગાઉ અર્જુન કપૂરે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેને વરુણ સાથે કામ કરવું છે. એના પર પોતાના વિચાર વ્યક્ત કરવાનું પૂછવામાં આવતાં મજાકિયા અંદાજમાં વરુણ ધવને કહ્યું કે ‘હું ૧૦૦ ટકા તેની સાથે કામ કરવા માગું છું, પરંતુ તે મને ડેટ્સ જ નથી આપી રહ્યો. આ જ કારણ છે કે મેં અનિલ કપૂર સાથે ​ફિલ્મ કરી લીધી છે. આમ છતાં જો તે મને ડેટ્સ નહીં આપે તો હું બોની કપૂર સાથે ફિલ્મ કરી લઈશ, પછી સંજય કપૂર સાથે પણ કામ કરી લઈશ. તેમની ફૅમિલીમાં ઘણા લોકો છે જેમની સાથે હું કામ કરી શકુ છું. ચોક્કસ અમે સાથે કામ કરવા માગીએ છીએ.’

આ છે કૅટરિના કૈફની ભયાનક કૉમેડી ‘ફોન ભૂત’

કૅટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની હૉરર-કૉમેડી ‘ફોન ભૂત’નો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે. ફિલ્મને આ વર્ષે ૭ ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ બનાવનાર ગુરમીત સિંહે એને ડિરેક્ટ કરી છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે એને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી, ‘‘ફોન ભૂત’ કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ. ૨૦૨૨ની ​૭ ઑક્ટોબરે આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’

29 June, 2022 06:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આમિર માટે ‘મહાભારત’ બનાવવી ફિલ્મ જ નહીં, પરંતુ યજ્ઞ સમાન છે

આમિર ખાનનું કહેવું છે કે તેના માટે ‘મહાભારત’ બનાવવી એ ફિલ્મ નહીં પરંતુ એક યજ્ઞ સમાન છે

09 August, 2022 04:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘તેહરાન’ દ્વારા પોતાની જાતને ચૅલેન્જ આપવાની આશા છે માનુષીને

માનુષીએ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

09 August, 2022 04:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અક્ષયકુમાર તેની બહેનને દેવી માને છે

તેની બહેન અલકા ભાટિયા સાથે તેના સંબંધો પણ ખાસ છે

09 August, 2022 03:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK