વિદ્યા બાલને તેની આગામી ફિલ્મ ‘નીયત’નું શૂટિંગ મંગળવારથી શરૂ કર્યું છે.
યુકેમાં ‘નીયત’નું શૂટિંગ શરૂ કર્યું વિદ્યા બાલને
વિદ્યા બાલને તેની આગામી ફિલ્મ ‘નીયત’નું શૂટિંગ મંગળવારથી શરૂ કર્યું છે. આ શૂટિંગ હાલમાં યુકેમાં થઈ રહ્યું છે. ‘શકુંતલા દેવી’ના ડિરેક્ટર અનુ મેનન સાથે વિદ્યા ફરી કામ કરી રહી છે. આ ફિલ્મને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો અને અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી અનુ મેનને અદ્વૈતા કાલા અને ગ્રિવાની ધ્યાની સાથે મળીને લખી છે. આ ફિલ્મના ડાયલૉગ કૌસર મુનીર દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વિદ્યાની સાથે રામ કપૂર, રાહુલ બોઝ, મિતા વશિષ્ઠ, નીરજ કાબી, શહાના ગોસ્વામી, અમ્રિતા પુરી, દીપાન્નિતા શર્મા, શશાંક અરોરા, પ્રાજક્તા કોલી અને દાનેશ રાઝવી પણ જોવા મળશે.