Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યા બાલન ‘શેરની’ માટે રિયલ ફૉરેસ્ટ ઑફિસર્સને મળી હતી

વિદ્યા બાલન ‘શેરની’ માટે રિયલ ફૉરેસ્ટ ઑફિસર્સને મળી હતી

10 June, 2021 11:55 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૮ જૂને રિલીઝ થઈ રહેલી ‘શેરની’માં વિદ્યા ફૉરેસ્ટ ઑફિસર બની છે

‘શેરની’ના એક સીનમાં વિદ્યા બાલન

‘શેરની’ના એક સીનમાં વિદ્યા બાલન


વિદ્યા બાલનનું કહેવું છે કે તે ‘શેરની’ માટે રિયલ ફૉરેસ્ટ ઑફિસરને મળી હતી. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૮ જૂને રિલીઝ થઈ રહેલી ‘શેરની’માં વિદ્યા ફૉરેસ્ટ ઑફિસર બની છે. આ પાત્રની તૈયારી માટે તે ઘણા રિયલ ફૉરેસ્ટ ઑફિસર્સને મળી હતી જેથી તેમના કામને બારીકાઈથી સમજી શકે. આ વિશે વાત કરતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘હું ખરેખર કેટલાક ફૉરેસ્ટ ઑફિસર્સને મળી હતી જેથી આ કામની શું ડિમાન્ડ છે એને સમજી શકું. ફૉરેસ્ટ ઑફિસર બનવા માટે સ્ટડીમાં આવતી ટ્રેઇનિંગ, તેમની વિવિધ જગ્યાએ પોસ્ટિંગ, કેવી ચૅલેન્જિંસનો સામનો કરવો પડે છે એ બધું સમજી શકું. આ કામ ફિઝિકલી પણ ખૂબ ડેન્જરસ છે અને એથી જ એમાં મોટા ભાગના પુરુષ ઑફિસર હોય છે. જોકે તેમ છતાં કેટલીક મહિલાઓ પુરુષપ્રધાન માઇન્ડ સેટ ધરાવતા લોકોની સામે પણ પોતાનો રસ્તો બનાવીને આગળ વધી છે અને એ વિશે જાણીને ઘણી મદદ મળી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2021 11:55 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK