° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


IAS અને IPS ઑફિસરની લાઇફ પર ‘12th Fail’ ફિલ્મ બનાવશે વિધુ વિનોદ ચોપડા

25 November, 2022 12:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે એક પુરુષ કે એક સ્ત્રી પોતાની પ્રામાણિકતાથી સકારાત્મક બદલાવ લાવી શકે છે

IAS અને IPS ઑફિસરની લાઇફ પર ‘12th Fail’ ફિલ્મ બનાવશે વિધુ વિનોદ ચોપડા

IAS અને IPS ઑફિસરની લાઇફ પર ‘12th Fail’ ફિલ્મ બનાવશે વિધુ વિનોદ ચોપડા

વિધુ વિનોદચોપડા IAS અને IPS ઑફિસરની લાઇફ પર ‘12th Fail’ નામની ફિલ્મ બનાવશે. એ ફિલ્મમાં વિક્રાન્ત મેસી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ ઓથર અનુરાગ પાઠકની બેસ્ટસેલિંગ નૉવેલ પરથી બનાવવામાં આવી રહી છે. એમાં IPS ઑફિસર મનોજ કુમાર શર્મા અને IAS ઑફિસર શ્રદ્ધા જોશીની લાઇફ પર પ્રકાશ પાડવામાં આવશે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે એક પુરુષ કે એક સ્ત્રી પોતાની પ્રામાણિકતાથી સકારાત્મક બદલાવ લાવી શકે છે. ફિલ્મનું શૂટિંગ ન્યુ દિલ્હીના મુખરજીનગરમાં શૂટ કરવામાં આવશે. ફિલ્મનું પહેલું શેડ્યુલ આગરામાં પૂરું કરવામાં આવ્યું છે. આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મ વિશે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ કહ્યું કે ‘જો એક તાકાતવર વ્યક્તિના હાથમાં સત્તા હોય તો એ વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. ફિલ્મની સ્ટોરી લખતી વખતે હું અસંખ્ય IAS અને IPS ઑફિસરના સંપર્કમાં હતો. ‘12th Fail’ એ સૌને સમર્પિત છે. જો આ ફિલ્મ અન્ય ૧૦ ઑફિસરને પ્રામાણિકતા માટે પ્રેરિત કરે અને ૧૦ સ્ટુડન્ટ્સને સ્ટડીમાં સારું પરિણામ લાવવા માટે પ્રેરિત કરે તો મારું માનવું છે કે મારા કામમાં હું સફળ થઈ ગયો.’

વિધુ વિનોદ ચોપડા સાથે કામ કરવાનું સપનું પૂરું થયું હોવાનું જણાવતાં વિક્રાન્ત મેસીએ કહ્યું કે ‘આ આપણું દુર્ભાગ્ય છે કે પ્રામાણિકતા અને સચ્ચાઈ ખૂબ ઓછી જોવા મળે છે. આ ​ફિલ્મ એ સ્ટુડન્ટ્સને સમર્પિત છે જેમણે સપનાં જોયાં, એ ઈમાનદાર ઑફિસરને સમર્પિત છે, જે દેશ અને એના બંધારણની કરોડરજ્જુ છે. વિધુ વિનોદ ચોપડા સાથે કામ કરવાનું મારું સપનું પૂરું થયું છે. સાથે જ તેમના જેવા ડિરેક્ટર સાથે કામ કરવું પણ એક ચૅલેન્જ છે.’

25 November, 2022 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આનંદ પંડિતની કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, ઉપેન્દ્ર સ્ટારર કબઝાનું ટ્રેલર રિલીઝ

ગુજરાતી, હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત હવે કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યાં છે

02 December, 2022 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મ પ્રોડ્યુસર બન્યો યશ

‘KGF’ની આગામી સિરીઝ વિશે પણ કોઈ માહિતી તેણે નથી આપી.

02 December, 2022 05:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સિદ્ધાર્થની ‘યોદ્ધા’ આવશે આવતા વર્ષે

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી

02 December, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK