Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પહેલા પગારમાં ઝાડ પાસે ઊભા રહેવાના ૫૦૦ રૂપિયા મળ્યા હતા વિદ્યા બાલનને

પહેલા પગારમાં ઝાડ પાસે ઊભા રહેવાના ૫૦૦ રૂપિયા મળ્યા હતા વિદ્યા બાલનને

18 June, 2021 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેટ ટૂરિઝમના કૅમ્પેનમાં તેની સાથે તેની બહેન, કઝિન અને તેની એક ફ્રેન્ડે પણ ભાગ લીધો હતો

વિદ્યા બાલન

વિદ્યા બાલન


વિદ્યા બાલનને એક સમયે ઝાડ પાસે ઊભા રહેવાના ૫૦૦ રૂપિયા મળ્યા હતા. સ્કૂલ દરમ્યાન તેણે ઝાડ પાસે ઊભા રહીને માત્ર સ્માઇલ કરવાની હતી. સ્ટેટ ટૂરિઝમના કૅમ્પેનમાં તેની સાથે તેની બહેન, કઝિન અને તેની એક ફ્રેન્ડે પણ ભાગ લીધો હતો. એ વખતને યાદ કરતાં વિદ્યા બાલને કહ્યું હતું કે ‘મારી પહેલી સૅલરી સ્ટેટ ટૂરિઝમના કૅમ્પેન દરમ્યાન ૫૦૦ રૂપિયા મળી હતી. અમે ચારેય હતાં, મારી બહેન, કઝિન અને મારી એક ફ્રેન્ડ એકસાથે ઊભાં હતાં અને અમને દરેકને ૫૦૦ રૂપિયા મળ્યા હતા. અમે ઝાડની પાસે ઊભા હતા અને અમારે સ્માઇલ કરવાની હતી.’

પોતાના પહેલા ઑડિશનનો અનુભવ કેવો હતો એ જણાવતાં વિદ્યા બાલને કહ્યું હતું કે ‘મારું પહેલું ઑડિશન ટેલિવિઝન શોનું હતું. મારો પહેલો શો હતો. મને આજે પણ યાદ છે કે હું ફિલ્મ સિટીમાં મારી મમ્મી અને બહેન સાથે ગઈ હતી. અમારે આખો દિવસ રાહ જોવી પડી હતી. લગભગ ૧૫૦ લોકોની ટેસ્ટ થઈ હતી. એ ખરેખર પાગલ કરનારું હતું. છેવટે કંટાળીને મેં નક્કી કર્યું કે હું હવે કંઈ નહીં કરું. એ સમયે જ મને કૉલ આવ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK