Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેટરિના કૈફ સાથે સગાઈની અફવાઓ પર વિક્કી કૌશલે આપી પ્રતિક્રિયા, કહ્યું કે યોગ્ય...  

કેટરિના કૈફ સાથે સગાઈની અફવાઓ પર વિક્કી કૌશલે આપી પ્રતિક્રિયા, કહ્યું કે યોગ્ય...  

17 October, 2021 03:50 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એવા અહેવાલો છે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ હજી સુધી તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ


બૉલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ અને કેટરિના કૈફ તેમના સંબંધોને લઈને ઘણા ચર્ચામાં છે. આ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ઉપરાંત બંને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર પોતાનો પ્રતિભાવ આપતા રહે છે. આવી સ્થિતિમાં મીડિયામાં એવા અહેવાલો છે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ હજી સુધી તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી.

ભૂતકાળમાં મીડિયામાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે  વિક્કી કૌશલ અને કેટરિના કૈફે ગુપ્ત રીતે રોકા સમારોહ કર્યો છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે, બાદમાં વિક્કી કૌશલના પિતા અને ભાઈ સની કૌશલે આ અહેવાલોને નકારી કાઢયા હતા. હવે કેટરિના કૈફ સાથે રોકા સેરેમનીના સમાચારો પર ખુદ વિક્કી કૌશલે પોતાની પ્રતિક્રિયા આપી છે.  વિક્કી કૌશલ આ દિવસોમાં પોતાની ફિલ્મ ઉધમ સિંહનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે.



અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન વિક્કી કૌશલે તેના રોકા સમારોહ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા પર હસતાં હસતાં તેમણે કહ્યું, `આ પ્રકારના સમાચાર તમારા નજીકના મિત્ર દ્વારા ફેલાવવામાં આવ્યા હતા કે હું જલ્દી જ સગાઈ કરવા જઈ રહ્યો છું. જ્યારે યોગ્ય  સમય આવશે. તેનો સમય પણ આવશે.` આ સિવાય  વિક્કી કૌશલ અને કેટરિના કૈફ તાજેતરમાં જ ફિલ્મ ઉધમ સિંહના સ્ક્રીનીંગમાં સાથે આવ્યા હતા.


 કેટરિના કૈફે  વિક્કી કૌશલની ફિલ્મ ઉધમ સિંહની પણ પ્રશંસા કરી છે. તેણે શનિવારે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું, તેની પ્રશંસા કરી. કેટરિના કૈફે લખ્યું, `સુજીત સરકાર પાસે સારા વિચારો છે. ખૂબ સારી ફિલ્મ, ખૂબ સારી વાર્તા.  વિક્કી કૌશલ ખૂબ જ સારો અભિનેતા છે. તે પ્રામાણિક છે. આ વાર્તા દિલને સ્પર્શી જાય અને દિલ તોડનારી છે.`
 
કેટરિના કૈફ ફિલ્મની સ્ક્રિનિંગમાં જોવા મળી હતી. આ પ્રસંગે તેણીએ સ્કર્ટ અને ટોપ પહેર્યું હતું. વિક્કી કૌશલની ફિલ્મ ઉધમ સિંહની વાત કરીએ તો આ ફિલ્મ 16 ઓક્ટોબરે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સુજીત સરકારે કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 03:50 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK