Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલની ‘ગુડ ફ્રેન્ડ’ કૅટરિના પણ કોરોના પૉઝિટિવ

વિકી કૌશલની ‘ગુડ ફ્રેન્ડ’ કૅટરિના પણ કોરોના પૉઝિટિવ

07 April, 2021 12:02 PM IST | Mumbai
Agency

મારા સંપર્કમાં આવેલા દરેકને હું ટેસ્ટ કરાવવા માટે વિનંતી કરું છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે હું તમારી આભારી છું. મહેરબાની કરીને સેફ રહો અને તમારી કાળજી રાખો.’

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


વિકી કૌશલની ‘ગુડ ફ્રેન્ડ’ કૅટરિના કૈફ પણ કોરોના પૉઝિટિવ થઈ છે. વિકી કૌશલે પોતે કોરોના પૉઝિટિવ હોવાની જાણ કરતાના જ બીજા દિવસે કૅટરિનાએ પણ પૉઝિટિવ હોવાની જાણ કરી છે. નવાઈની વાત એ છે કે કૅટરિના હાલમાં કોઈ પણ ફિલ્મનું શૂટિંગ નથી કરી રહી. એવું કહેવાય છે કે કૅટરિના અને વિકી એકમેકને ડેટ કરી રહ્યાં છે. જોકે તેઓ બન્ને એકમેકને ‘ગુડ ફ્રેન્ડ’ કહે છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૅટરિનાએ લખ્યું હતું કે ‘હું પણ કોવિડ-19 પૉઝિટિવ આવી છું. મેં તરત જ પોતાને આઇસોલેટ કરી દીધી છે અને હોમ ક્વૉરન્ટીન છુ. મારા ડૉક્ટર્સની સલાહ મુજબ હું તમામ સેફ્ટીના પ્રોટોકૉલ્સને ફૉલો કરી રહી છું. મારા સંપર્કમાં આવેલા દરેકને હું ટેસ્ટ કરાવવા માટે વિનંતી કરું છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે હું તમારી આભારી છું. મહેરબાની કરીને સેફ રહો અને તમારી કાળજી રાખો.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 12:02 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK