Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમારની ફિલ્મો જોઈને ઍક્ટર બનવાની પ્રેરણા મળી હતી વિકીને

અક્ષયકુમારની ફિલ્મો જોઈને ઍક્ટર બનવાની પ્રેરણા મળી હતી વિકીને

22 November, 2022 03:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલની ડાર્ક-કૉમેડી ‘ગોવિંદા નામ મેરા’ ડિઝની+હૉટસ્ટાર પર ૧૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર


વિકી કૌશલે જણાવ્યું કે અક્ષયકુમારની ફિલ્મો જોઈને મને ઍક્ટર બનવાની પ્રેરણા મળી હતી. તેણે વધુમાં ઉમેરતાં કહ્યું કે ‘અક્ષયકુમારની ‘ખિલાડી’ સિરીઝની ફિલ્મો ટીવી પર ઘણી વખત દેખાડવામાં આવતી હતી અને એ જોઈને જ હું મોટો થયો હતો. તેની ડાર્ક-કૉમેડી ‘ગોવિંદા નામ મેરા’ ડિઝની+હૉટસ્ટાર પર ૧૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મો વિશે વધુ જણાવતાં વિકીએ કહ્યું કે ‘ઇંગ્લિશ ફિલ્મો જોવાનું મેં મારી લાઇફમાં ખૂબ મોડેથી શરૂ કર્યું હતું એથી હું અક્ષયકુમાર, ગોવિંદા અને શાહરુખ ખાનની ફિલ્મો જોઈને મોટો થયો છું. મોડે-મોડેથી મેં થિયેટરમાં જઈને ફિલ્મો જોવાનું શરૂ કર્યું હતું. પહેલી ફિલ્મ મેં ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જોઈ હતી. એ વખતે ‘ઇન્ટરનૅશનલ ખિલાડી’ એટલે કે ‘ખિલાડી’ સિરીઝની ફિલ્મો સતત ટીવી પર દેખાડવામાં આવતી હતી. આપણે બધા એ ફિલ્મોના ફૅન્સ છીએ, કારણ કે એ બધી ફિલ્મો જોતાં જ આપણે મોટા થયા છીએ. એવું કહી શકાય કે કદાચ ઍક્ટર બનવાનો પહેલો કીડો આવી ફિલ્મો જોઈને જ મારામાં જાગ્યો હતો. મારી ‘ગોવિંદા નામ મેરા’ આવા જ પ્રકારની ફિલ્મ છે. આ એક મસાલા ફિલ્મ છે જેમાં મર્ડર, કૉમેડી, રોમૅન્સ, બદલો અને સસ્પેન્સ બધું જ જોવા મળશે. હું શશાંક ખૈતાનનો આભારી છું કે તેઓ આવો કન્સેપ્ટ લઈને મારી પાસે આવ્યા, જેમાં તેમણે મૉડર્નની સાથે જ બૉલીવુડની એ મસાલા ફિલ્મોનો સ્પર્શ પણ જાળવી રાખ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2022 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK