° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


લગ્નના સમાચાર વચ્ચે વિકી કૌશલ કેટરિના કૈફ પર ગુસ્સે થયો, બંને વચ્ચે ઝઘડો થયો હોવાનો રિપોર્ટમાં દાવો

21 November, 2021 08:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે વિકી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચેની લડાઈની માહિતી સામે આવી છે, જેણે ફેન્સને ચોંકાવી દીધા છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના લગ્નના સમાચારને કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફ ડિસેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં ચાહકોની નજર વિકી અને કેટરિના કૈફ પર ટકેલી છે કારણ કે તેમના લગ્નમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. બંનેના લગ્નને લઈને રોજ અલગ-અલગ સમાચારો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં દિવાળીના અવસર પર વિકી અને કેટરીનાની સિક્રેટ રોકા સેરેમનીનો મામલો સામે આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ સમારોહ કબીર ખાનના ઘરે યોજાયો હતો.

હવે વિકી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચેની લડાઈની માહિતી સામે આવી છે, જેણે ફેન્સને ચોંકાવી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લગ્નના થોડા દિવસો પહેલાં વિકી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી.

રિપોર્ટ અનુસાર, રોકા સેરેમનીના સમાચાર મીડિયામાં લીક થવાને કારણે વિકી અને કેટરીના વચ્ચે ઝઘડો થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે વિકી કૌશલે મીડિયામાં રોકા સેરેમનીના સમાચાર જોયા તો તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને આ દરમિયાન તેની અને કેટરીના વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. બંનેને આશ્ચર્ય થયું કે આ વાત મીડિયા સુધી કેવી રીતે પહોંચી અને કોની ટીમે લીક કરી હતી. આ બાબતે બંને વચ્ચે ઘણો વિવાદ પણ થયો હતો.

થોડા સમય પહેલાં અહેવાલો આવ્યા હતા કે વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના સંબંધોને સત્તાવાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે બંને એક નોટ જાહેર કરી શકે છે. અહેવાલ મુજબ, કેટરિના અને વિકીની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે “દંપતી તેમના લગ્નની ઘોષણા કરતી ઔપચારિક નોંધ બહાર પાડશે. આ બંને પોતાના જીવનની નવી શરૂઆત માટે મીડિયા પાસેથી શુભકામનાઓ માગશે. બંને મીડિયા સાથે ખૂબ જ સારા સંબંધ ધરાવે છે અને તેમની ખુશી દરેક સાથે શેર કરવા માગે છે.”

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નમાં સેલેબ્સ ધમાલ મચાવતા જોવા મળશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કપલના લગ્નમાં કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, ડિરેક્ટર કબીર ખાન, અલી અબ્બાસ ઝફર, મિની માથુર, રોહિત શેટ્ટી, વરુણ ધવન જેવા ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ સિવાય લગ્નના ગેસ્ટ લિસ્ટમાં સલમાન ખાન અને તેના પરિવારનું નામ પણ સામેલ છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં ખૂબ જ ધામધૂમથી થવાના છે. જો અહેવાલોનું માનીએ તો જયપુરમાં મોટાભાગની કેબ બુક થઈ ગઈ છે. વિકી-કેટરિના કૈફ જ્યાં લગ્ન કરવા જઈ રહ્યા છે તે કિલ્લો 700 વર્ષ જૂનો છે.

21 November, 2021 08:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મલાઈકાએ અર્જુન સાથે પૂલની અંદર કર્યુ વર્કઆઉટ, ફેન્સ બોલ્યા તમે અર્જુન ભાઈને....

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહ્યા છે.

05 December, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લગ્ન પહેલાંની ભાગદોડ

કૅટરિના કૈફ ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરની બહાર જોવા મળી હતી

05 December, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

જાદુ કી ઝપ્પી

એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે

05 December, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK