° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ઑસ્કરમાં એન્ટ્રી મળતાં શુભેચ્છા આપી વિકી કૌશલે

25 October, 2021 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પિતા જે છે તેની શરાબ પીવાની લતને કારણે તેની પત્ની તેને તરછોડી દે છે એથી તેને ઘરે પાછી લાવવા માટે આ પિતા-પુત્ર નીકળી પડે છે.

તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ઑસ્કરમાં એન્ટ્રી મળતાં શુભેચ્છા આપી વિકી કૌશલે

તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ઑસ્કરમાં એન્ટ્રી મળતાં શુભેચ્છા આપી વિકી કૌશલે

વિકી કૌશલે તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ૯૪મા ઑસ્કર અવૉર્ડ્સ ૨૦૨૨માં ભારત વતી એન્ટ્રી મળતાં કૉન્ગ્રેચ્યુલેશન્સ કહ્યું છે. આ વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મને જાણીતા ટાઇગર અવૉર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મમાં કરુથડાઇયાન અને ચેલ્લાપન્ડી લીડ રોલમાં હતાં. ફિલ્મની સ્ટોરી પિતા-પુત્રના સંબંધો પર પ્રકાશ પાડે છે. પિતા જે છે તેની શરાબ પીવાની લતને કારણે તેની પત્ની તેને તરછોડી દે છે એથી તેને ઘરે પાછી લાવવા માટે આ પિતા-પુત્ર નીકળી પડે છે. આ ફિલ્મને નયનતારા અને વિજ્ઞેશ સિવને પ્રેઝન્ટ કરી છે અને નવોદિત ડિરેક્ટર પી. એસ. વિનોદરાજે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઉપરાંત વિકીની ‘સરદાર ઉધમ’, વિદ્યા બાલનની ‘શેરની’, યોગી બાબુની ‘મન્ડેલા’ અને માર્ટિન પ્રક્કાટની ‘નયટ્ટુ’ને પણ ઑસ્કરમાં મોકલવા માટે શૉર્ટ-લિસ્ટ કરવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ નયનતારા, વિજ્ઞેશ સિવન અને ટીમને. જીત હાંસલ કરી લો.’

25 October, 2021 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ગીતકાર સીતારામ શાસ્ત્રીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિરીવેનેલા સીતારામ શાસ્ત્રીનું મંગળવારે સાંજે ફેફસાના કેન્સરને કારણે નિધન થયું હતું.

01 December, 2021 05:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સોશ્યલ મીડિયા પર હંમેશાં સ્વીકારવામાં આવે એવો આગ્રહ નથી રાખતી સમન્થા

લોકો હંમેશાં અલગ મત ધરાવે એ માટે હું તેમને પ્રોત્સાહિત પણ કરું છું. જોકે એમ છતાં આપણે એકમેકને પ્રેમ કરવો જોઈએ અને લાગણી દેખાડવી જોઈએ.

01 December, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કમલ હાસનની હજી પણ ચાલી રહી છે ટ્રીટમેન્ટ

કમલ હાસન હજી પણ હૉસ્પિટલમાં છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેઓ એકદમ સાજા થઈ ગયા બાદ જ ઘરે આવશે.

01 December, 2021 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK