Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી-સારાની અનટાઇટલ્ડ ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું

વિકી-સારાની અનટાઇટલ્ડ ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું

24 January, 2022 03:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને ‘મિમી’નો ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર બનાવી રહ્યો છે

વિકી કૌશલ અને સારા અલી ખાન ટીમ સાથે

વિકી કૌશલ અને સારા અલી ખાન ટીમ સાથે


વિકી કૌશલ અને સારા અલી ખાને તેમની અનટાઇટલ્ડ ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મને ‘મિમી’નો ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે શરીબ હાશ્મી પણ જોવા મળશે. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મનું શૂટિંગ ઇન્દોરમાં ચાલી રહ્યું હતું. ફર્સ્ટ શેડ્યુલ પૂરું થતાં જ પૂરી ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શરીબ હાશ્મીએ કૅપ્શન આપી હતી, ‘અનટાઇટલ્ડ ફિલ્મના સેટ પર સુંદર યાદોનો સંગ્રહ ડ્રીમ ટીમ સાથે એકઠો કર્યો છે. મૅડોક ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર સર, આપને દિલ જીત લિયા એકદમીચ. વિકી કૌશલ, હું હવે તમારો મોટો ફૅન બની ગયો છું. સારા અલી ખાન, તું સ્ટાર્સ જેવું વર્તન કેમ નથી કરતી? તું સ્વીટહાર્ટ છે. રાકેશ બેદી સર, તમારી સાથે સ્ક્રીન શૅર કરવી મારા માટે સન્માનની બાબત છે. સુશ્મિતા મુખરજીજી તમે કમાલનાં છો. નીરજ સૂદ ભાઈ, તમારી સાથે હવે ક્યારે મુલાકાત થશે? ઉચ્ચારણ શીખવાડનાર પ્રતીક્ષાજી, ઇન્દોરના નવા-નવા શબ્દો શીખવાડવા માટે ખૂબ-ખૂબ આભાર. ડિરેક્શન ટીમ ખૂબ નિપુણ છે. આ ફિલ્મની જર્નીને સરળ અને યાદગાર બનાવવા માટે દરેકનો આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK