Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વરિષ્ઠ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે પૂનામાં નિધન, થોડા વખતથી તબિયત ક્રિટીકલ હતી

વરિષ્ઠ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે પૂનામાં નિધન, થોડા વખતથી તબિયત ક્રિટીકલ હતી

23 November, 2022 11:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનેક હિન્દી ફિલ્મો, ટેલિવિઝન, મરાઠી તખ્તે તથા રંગમંચર પર પ્રભાવી કામ કરનારા વિક્રમ ગોખલે પુનામાં સારવાર હેઠળ હતા

ફાઇલ તસવીર Sad Demise

ફાઇલ તસવીર


હિન્દી તથા મરાઠી ફિલ્મો તથા રંગમંચના પ્રખર અભિનેતા વિક્રમ ગોખલેનું (Vikram Gokhale) 82 વર્ષની વયે પુનામાં સારવાર દરમિયાન નિધન. વિક્રમ ગોખલે તેમના દમદાર અભિનય માટે જાણીતા હતા. તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં તો કામ કર્યું જ હતું પણ મરાઠી તથા હિન્દી રંગમંચ પર પણ તેમણે પ્રભાવી કામગીરી કરી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત તબિયતથી પરેશાન હતા અને પૂનાની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ડૉક્ટરોએ તેમને બચાવવામાં કોઇ કચાશ નહોતી છોડી પણ કમનસીબે આજે સાંજે તેમની તબિયત કથળી અને મોડી સાંજે લાઇફ સપોર્ટ કાઢી લેવાની વાત પણ વહેતી થઈ હતી. તેમની ખરાબ તબિયત વિશે સિન્ટાના સભ્ય અને અભિનેતા મનોજ જોશીએ અગાઉ મીડિયામાં જાણ કરી હતી અને તેમના નિધનના સમાચાર આવતાં જ સોશ્યલ મીડિયા પર તેમના ચાહકોએ તેમની શ્રધ્ધાંજલી આપી દુઃખ વ્યક્ત કર્યું હતું. બિગ બોસના સ્પર્ધક અલી ગોની મનોરંજન વિશ્વની પહેલી વ્યક્તિ હતા જેમણે સોશ્યલ મીડિયા પર આ અંગે પોસ્ટ મુકી હતી, જો કે વિક્રમ ગોખલેના પરિવારે આ અંગે કોઇ ઑફિશ્યલ સ્ટેટમેન્ટ મોડી રાત સુધી જાહેર કર્યું ન હતુમ.




વિક્રમ ગોખલેનો જન્મ 30 ઓક્ટોબર 1947ના રોજ પુણેમાં થયો હતો. વિક્રમ ગોખલેનો પરિવાર લાંબા સમયથી હિન્દી સિનેમામાં સક્રિય છે. તેમના પરદાદી હિન્દી સિનેમાના પ્રથમ ભારતીય કલાકાર હતા, તેમના દાદી હિન્દી સિનેમાના પ્રથમ બાળ કલાકાર હતા. વર્ષ 1913માં તેમની દાદી-પાર્દેએ ફિલ્મ મોહિની ભસ્માસુરમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી પીઢ અભિનેતા અને સ્ટેજ કલાકાર હતા. વિક્રમ ગોખલેએ પોતાના ફિલ્મી કરિયર દરમિયાન લગભગ 70 હિન્દી-મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. વિક્રમ ગોખલે એક અચ્છા કલાકાર તો હતા જ પણ તેમણે સમાજ સેવાના કાર્યો પણ કર્યા હતા અને પરિવારે વિકલાંગ સૈનિકો તથા ગરીબ બાળકોના શિક્ષણ તથા અન્ય જરૂરી ચીજો પુરી પાડવાનો ભેખ લીધો હતો. 

તેમણે ભુલભૂલૈયા, હમ દિલ દે ચૂકે સમન, હે રામ, તુમ બિન, હિચકી અને મિશન મંગલ જેવી કેટલીક ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યાં છે. તેમણે છેલ્લે બૉલીવૂડની નિકમ્મા ફિલ્મમાં અભિમન્યુ દાસાની, શર્લિ સેટિયા અને શિલ્પા શેટ્ટીની કાસ્ટ સાથે અભિનય કર્યો હતો. 


 

 

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 11:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK