આ તેની વાઇફ નતાશા દલાલ નહીં, પરંતુ જાહ્નવી કપૂર છે

ફાઇલ તસવીર
વરુણ ધવન જ્યારે બીમાર પડ્યો ત્યારે તેની બે દિવસ દેખભાળ કરનારને તેણે ‘પટાખા’ કહી છે. આ તેની વાઇફ નતાશા દલાલ નહીં, પરંતુ જાહ્નવી કપૂર છે. આ બન્ને ‘બવાલ’માં સાથે કામ કરી રહ્યાં છે. એકબીજાની કંપનીને પણ તેઓ ખૂબ એન્જૉય કરી રહ્યાં છે. તે જ્યારે બીમાર પડ્યો એ વખતને યાદ કરતાં વરુણે કહ્યું કે ‘તે ખરેખર ખૂબ પ્રેમાળ છે. મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી ત્યારે તેણે બે દિવસ મારી દેખભાળ કરી હતી. તેણે સૂપ વગેરે મંગાવ્યું હતું. એક જગ્યાએ અમે ગયાં હતાં જ્યાં જમવાનું પણ નહોતું મળતું તો જાહ્નવી એવી રીતે હાથ જોડ્યા કે તેમણે અમને જમવાનું આપી દીધું. હું તો બસ તેને ચોંકીને જોઈ રહ્યો હતો. તે શરમાળ વ્યક્તિ છે. જોકે તે જ્યારે ફ્રી થઈ જાય છે તો પછી તે ‘પટાખા’ જેવી છે.’