વરસાદની મજા માણતો શર્ટલેસ ફોટો શૅર કર્યો
વરુણ ધવન
વરુણ ધવન હાલમાં મુંબઈના વરસાદની મજા લેતો જોવા મળ્યો છે. મુંબઈમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે. જોકે વરુણે વરસાદની મજા માણતો શર્ટલેસ ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર ગરમીનું ટેમ્પરેચર વધારી દીધું છે. ફોટો શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘મુંબઈ કી બારિશ. બાળક હતો ત્યારે વરસાદમાં રમવાનું મને હંમેશાં ગમતુ હતું. જોકે કામ શરૂ કર્યા બાદ ઘરની બહાર આવી વરસાદની મજા લેવાનો અનુભવ ખૂબ અદ્ભુત છે.’