હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઑસ્કર અવૉર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી એના બે દિવસ પછી વધુ એક હિન્દી ફિલ્મ બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે સિલેક્ટ થઈ છે
સંતોષ ફિલ્મનું દ્રશ્ય
હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઑસ્કર અવૉર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી એના બે દિવસ પછી વધુ એક હિન્દી ફિલ્મ બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે સિલેક્ટ થઈ છે, પણ બીજા દેશમાંથી. યુનાઇટેડ કિંગડમે આ કૅટેગરી માટે પોતાની એન્ટ્રી તરીકે હિન્દી ફિલ્મ ‘સંતોષ’ની પસંદગી કરી છે. આ ફિલ્મ ત્યાં પસંદગી માટે એટલે પાત્ર થઈ કેમ કે એ UKમાં વ્યાપકપણે રિલીઝ થઈ હતી અને એના નિર્માતાઓમાં બ્રિટિશરો પણ છે. UK દ્વારા બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે નૉન-ઇંગ્લિશ ફિલ્મની પસંદગી કરવામાં આવે છે, કારણ કે ઑસ્કર અવૉર્ડ્સનો એ નિયમ છે.
‘સંતોષ’ ઉત્તર ભારતની વાર્તા કહેતી ફિલ્મ છે જેમાં પતિના મૃત્યુ પછી સંતોષ નામની મહિલા પતિની જગ્યાએ પોલીસ કૉન્સ્ટેબલ બને છે અને યુવાન છોકરીના મર્ડરની તપાસમાં ગૂંચવાય છે.