° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


ચાચા-ભતીજા જમાવશે જોડી

23 September, 2021 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ એ બનાવવાની છે. રાણાએ ‘દમ મારો દમ’ અને ‘બેબી’માં કામ કર્યું હતું. તો વેન્કટેશે હિન્દી ફિલ્મો ‘અનાડી’ અને ‘તકદીરવાલા’માં કામ કર્યું હતું.

ચાચા-ભતીજા જમાવશે જોડી

ચાચા-ભતીજા જમાવશે જોડી

ચાચા-ભતીજા રાણા દગુબટ્ટી અને વેન્કટેશ એકસાથે પહેલી વખત કામ કરતા જોવા મળવાના છે. અમેરિકન ટીવી સિરીઝ ‘રે ડોનોવન’ પરથી આ સિરીઝ બનાવવામાં આવશે. એનું નામ ‘રાણા નાયડુ’ રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં રાણા નાયડુની લાઇફ પર પ્રકાશ પાડવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ એ બનાવવાની છે. રાણાએ ‘દમ મારો દમ’ અને ‘બેબી’માં કામ કર્યું હતું. તો વેન્કટેશે હિન્દી ફિલ્મો ‘અનાડી’ અને ‘તકદીરવાલા’માં કામ કર્યું હતું. ત્યાર બાદથી તે સાઉથમાં સક્રિય થઈ ગયા હતા. વર્ષો બાદ આ તેનો પહેલો હિન્દી પ્રોજેક્ટ છે. બન્નેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાણાએ કૅપ્શન આપી હતી કે ‘મારી હંમેશાંથી ઇચ્છા હતી કે હું મારા કાકા વિક્ટરી વી સાથે કામ કરું. હવે મારું સપનું પૂરું થયું છે. મને તેઓ જેટલા ઑફ-સ્ક્રીન પસંદ છે એટલા જ ‘રાણા નાયડુ’માં અમે એકબીજાના ગળા પકડવાના છીએ. ‘રાણા નાયડુ’ નેટફ્લિક્સ પર જલદી આવવાની છે.’
રાણા દગુબટ્ટી સાથે કામ કરવાને લઈને વેન્કટેશે કહ્યું હતું કે ‘રાણા સાથે કામ કરવા માટે હું ઉત્સાહિત છું. સેટ પર તો અમે ધમાલ મચાવવાના છીએ. સાથે કામ કરવા માટે અમારા માટે આ પર્ફેક્ટ પ્રોજેક્ટ છે. હું પોતે ‘રે ડોનોવન’નો ફૅન છું. આખી ટીમ એ વાતની ખાતરી રાખે છે કે અમે આ સિરીઝ સાથે ન્યાય કરી શકીએ.’

23 September, 2021 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Dussehra 2021: અમિતાભ બચ્ચનથી લઈ હેમા માલિની સુધીના સેલેબ્સે આ રીતે કરી ઉજવણી

દશેરાના પર્વ પર બૉલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને શુભેચ્છા પાઠવી છે.

15 October, 2021 06:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સારી કન્ટેન્ટ સાથે સારા ઍક્ટર્સ અને ડિરેક્ટર્સની જરૂર હોય છે : નવાઝુદ્દીન

નવાઝુદ્દીનને ‘સિરિયસ મૅન’ માટે ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું છે

15 October, 2021 05:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રામાયણ’ બાદ વધુ એક પૌરાણિક ફિલ્મ બનાવી શકે છે નિતેશ તિવારી

તાજેતરમાં જ સત્યમનું પુસ્તક ‘ધ વિલ્ડર ઑફ ધ ત્રિશૂલ’ને નિતેશ તિવારીએ રિલીઝ કર્યું હતું

15 October, 2021 05:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK