પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ત્રિશાએ કૅપ્શન આપી હતી, ‘નેગેટિવ શબ્દ સાંભળવાની ખુશી આ અગાઉ કદી પણ નહોતી થઈ. તમે સૌએ કરેલી પ્રાર્થના અને પ્રેમ માટે આભાર. હવે હું ૨૦૨૨ માટે તૈયાર છું.’
કોવિડથી રિકવર થયા બાદ લંડનથી પાછી ફરી રહી છે ત્રિશા
ત્રિશાનો કોરોના રિપોર્ટ લંડનમાં નેગેટિવ આવ્યો છે. તે લંડનમાં હતી અને તેને કોરોના થયો હતો. હવે તે રિકવર થઈ ચૂકી છે અને જલદી જ ભારત પાછી ફરવાની છે. પોતાને કોવિડ થયો હોવાની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી હતી. ત્રિશા તામિલ અને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટિવ છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ત્રિશાએ કૅપ્શન આપી હતી, ‘નેગેટિવ શબ્દ સાંભળવાની ખુશી આ અગાઉ કદી પણ નહોતી થઈ. તમે સૌએ કરેલી પ્રાર્થના અને પ્રેમ માટે આભાર. હવે હું ૨૦૨૨ માટે તૈયાર છું.’