Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ : ઊર્મિલા અને ભાગ્યશ્રી પર ક્રશ હતો વિજય દેવરાકોન્ડાને

ટોટલ ટાઇમપાસ : ઊર્મિલા અને ભાગ્યશ્રી પર ક્રશ હતો વિજય દેવરાકોન્ડાને

19 August, 2022 12:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘કાલા ચશ્મા’ પર જિમી ફૅલનનો ડાન્સ અને વધુ સમાચાર

વિજય તેની ફિલ્મ ‘લાઇગર’ના પ્રમોશન માટે અનન્યા પાન્ડે સાથે ‘ડીઆઇડી સુપર મૉમ્સ’માં ગયો હતો

વિજય તેની ફિલ્મ ‘લાઇગર’ના પ્રમોશન માટે અનન્યા પાન્ડે સાથે ‘ડીઆઇડી સુપર મૉમ્સ’માં ગયો હતો


ઊર્મિલા અને ભાગ્યશ્રી પર ક્રશ હતો વિજય દેવરાકોન્ડાને

વિજય દેવરાકોન્ડાનું કહેવું છે કે તેને ઊર્મિલા માતોન્ડકર અને ભાગ્યશ્રી પર ક્રશ હતો. વિજય તેની ફિલ્મ ‘લાઇગર’ના પ્રમોશન માટે અનન્યા પાન્ડે સાથે ‘ડીઆઇડી સુપર મૉમ્સ’માં ગયો હતો. આ શોને રેમો ડિસોઝા, ઊર્મિલા માતોન્ડકર અને ભાગ્યશ્રી જજ કરી રહ્યાં છે. આ વિશે વાત કરતાં વિજયે કહ્યું કે ‘હું ઊર્મિલા મૅમ અને ભાગ્યશ્રી મૅમનો ખૂબ જ મોટો ફૅન છું. મેં તેમની દરેક ફિલ્મ જોઈ છે. હું યુવાન હતો ત્યારથી મને ઊર્મિલા મૅમ અને ભાગ્યશ્રી મૅમ પર ક્રશ હતો અને હજી પણ મને તેમના પર થોડો ક્રશ છે. આ સાથે જ હું રેમો સરના કામનો ખૂબ જ મોટો ફૅન છું. તેમનું ‘બદતમીઝ દિલ’ ગીત જોયા બાદ હું અવાચક રહી ગયો હતો અને મેં નક્કી કર્યું હતું કે આ વ્યક્તિને મારે મળવું છે.’



 


ફિટ ઍન્ડ ફાઇન


ખુશી કપૂરે હાલમાં જ એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે એકદમ ફિટ દેખાઈ રહી છે. શ્રીદેવીની દીકરી ખુશી નેટફ્લિક્સની ‘ધ આર્ચીસ’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કરી રહી છે. જોકે તે સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ ફેમસ છે. તેણે તેના હૉલિડેના ફોટોઝ શૅર કર્યા છે. આ ફોટો કૅલિફૉર્નિયાના હોય એવું લાગી રહ્યું છે.

 

‘કાલા ચશ્મા’ પર જિમી ફૅલનનો ડાન્સ

‘ધ ટુનાઇટ શો’ના હોસ્ટ જિમી ફૅલને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે કૅટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ગીત ‘કાલા ચશ્મા’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીત ‘બાર બાર દેખો’નું છે. આ વિડિયોમાં તેની સાથે સિંગર ડેમી લોવાટો પણ જોવા મળી રહી છે. આ વિડિયોને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ફરી શૅર કરવામાં આવ્યો છે અને તેમણે કૅપ્શન આપી હતી કે ‘જિમી જિમી જિમી એટલો સ્મૂધ ડાન્સ કરે છે કે હમને ઇસકો બાર બાર દેખા.’

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK