° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


Total Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ

23 February, 2021 10:46 AM IST | Mumbai | Agencies

Total Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ

Total Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ

Total Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ

વો લડકી હૈ કહાં?માં દેખાશે તાપસી અને પ્રતીક ગાંધી

તાપસી પન્નુ અને પ્રતીક ગાંધી ‘વો લડકી હૈ કહાં?’માં સાથે જોવા મળવાનાં છે. તાપસી ‘રશ્મિ રૉકેટ’, ‘લૂપ લપેટા’, ‘હસીન દિલરુબા’, ‘દો બારા’ અને ‘શાબાશ મિઠુ’માં જોવા મળવાની છે. બીજી તરફ પ્રતીકે ‘અતિથિ ભૂતો ભવ’નું શૂટિંગ મથુરામાં શરૂ કરી દીધું છે. આ બન્નેની જોડી હવે પહેલી વખત ‘વો લડકી હૈ કહાં?’માં દેખાશે. આ ફિલ્મને અર્શદ સૈયદ ડિરેક્ટ અને સિદ્ધાર્થ રૉય કપૂર પ્રોડ્યુસ કરશે. પ્રતીક ગાંધી (જેને ‘સ્કૅમ 1992’ માટે ખૂબ પ્રશંસા મળી હતી) તે હવે ‘વો લડકી હૈ કહાં?’માં તાપસી સાથે દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧ના અંતમાં શરૂ કરવામાં આવશે.

Pratiik Gandhi

જોઈ લો દસવીની ટીમને

મુંબઈ : (પી.ટી.આઇ.) યામી ગૌતમ, નિમ્રત કૌર અને અભિષેક બચ્ચને ‘દસવી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને દિનેશ વિજન, સંદીપ લેઝેલ અને શોભના યાદવ પ્રોડ્યુસ કરશે. ‘પિન્ક’ અને ‘બાટલા હાઉસ’ની સ્ક્રિપ્ટ લખનાર રિતેશ શાહે એની સ્ટોરી લખી છે. તુષાર જલોટા આ ફિલ્મ દ્વારા ડિરેક્શનની શરૂઆત કરશે. આ ફિલ્મમાં જ્યોતિ દેસવાલના રોલમાં યામી ગૌતમ અને બિમલા દેવીના પાત્રમાં નિમ્રત જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની માહિતી આપતો એક ફોટો અભિષેક બચ્ચને શૅર કર્યો છે. ફોટોમાં તેની પાછળ સ્કોરકાર્ડ દેખાય છે. ફિલ્મનું આ પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેકે કૅપ્શન આપી હતી કે ‘ગંગારામ ચૌધરીને મળો. ‘દસવી’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.’

Dasvi

ડૅડી સામે હાથ ઉપાડવા તૈયાર થઈ ગઈ હતી કંગના રનોટ

મુંબઈ : કંગના રનોટનું માનવું છે કે ૧૫ વર્ષની ઉંમરમાં તેના પિતા સાથે ઝઘડો કરીને તે પહેલી બાગી રાજપૂત મહિલા બની ગઈ હતી. તેણે ૧૫ વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. એ તમામ ઘટનાનો ચિતાર ટ્વિટર પર આપતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા પિતા પાસે લાઇસન્સવાળી રાઇફલ અને ગન્સ છે. તેઓ કદી પણ ઠપકો નહોતા આપતા. તેઓ તો ગર્જના કરતા હતા. એથી હું થરથરી ઊઠતી હતી. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે કૉલેજમાં ગૅન્ગ-વૉર માટે ફેમસ હતા. તેમની છાપ એક ગુંડાની હતી. મેં તેમની સાથે ૧૫ વર્ષની ઉંમરમાં ઝઘડો કર્યો અને ઘર છોડી દીધું હતું. એવી રીતે હું ૧૫ વર્ષની ઉંમરમાં પહેલી બાગી રાજપૂત મહિલા બની ગઈ હતી.

Kangana Ranaut

મારા પપ્પા મને વિશ્વની બેસ્ટ ડૉક્ટર બનાવવા માગતા હતા. તેઓ મને સારા ઇન્સ્ટિટ્યુશનમાં એજ્યુકેશન આપીને એક ક્રાન્તિકારી પાપા બનવા માગતા હતા. મેં જ્યારે સ્કૂલમાં જવાની ના પાડી તો તેમણે મને તમાચો મારવા માટે હાથ ઉપાડ્યો અને મેં તેમને કહ્યું કે જો તમે મને લાફો મારશો તો હું પણ સામે મારીશ. બસ, ત્યારે અમારા સંબંધોનો અંત આવી ગયો હતો. એ વખતે તેમણે મારી સામે અને મારી મમ્મીની સામે જોયું અને રૂમની બહાર ચાલ્યા ગયા. હું જાણું છું કે મેં લાઇન ક્રૉસ કરી હતી. ફરીથી મને મારા પહેલાં જેવા પાપા ન મળી શક્યા. જોકે એનાથી અંદાજો લગાવી શકાય છે કે હું કેટલી હદ પાર કરી શકું છું, કોઈ મને પાંજરામાં પૂરીને ન રાખી શકે.’

દો બારા પોઝ

Do bara Pose

તાપસી પન્નુએ અનુરાગ કશ્યપ સાથે ‘દો બારા’ પોઝ આપ્યો છે. આ અગાઉ આ બન્નેએ જ્યારે ‘મનમર્ઝિયાં’માં કામ કર્યું હતું ત્યારે પણ આ જ રીતે પોઝ આપ્યો હતો. ‘દો બારા’ને એકતા કપૂરનું બાલાજી ટેલિફિલ્મ્સ, સુનીર ખેતરપાલનું અથેના અને ગૌરવ બૉસનું ધ વર્મિલિયન વર્લ્ડ સાથે મળીને કલ્ટ મૂવીઝના બૅનર હેઠળ પ્રોડ્યુસ કરશે. તાપસીએ એક ફોટો શૅર કર્યો છે જેમાં તાપસી ચૅર પર બેઠી છે અને તેના ખોળામાં અનુરાગ બેઠો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘મારી ‘દો બારા’ સિરીઝ, કારણ કે કેટલાક કોલૅબરેશન્સનું પુનરાવર્તન થાય એ યોગ્ય છે. વધુ યાદોનો સંગ્રહ કરવા માટે તૈયાર છું, કારણ કે અમે ‘મનમર્ઝિયાં’ની સ્ટોરીઝ કહીને થાકી ગયા છીએ. અનુરાગ કશ્યપ, ચાલ હવે આપણે ફરી સ્ટોરીઝ કહીએ.’

પાત્રમાં પ્રાણ પૂરવા માટે સ્પેશ્યલ ડાયટ કરી હતી પુનિત પાઠકે

Punit Pathak

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) પુનિત જે. પાઠક ‘LSD : લવ, સ્કૅન્ડલ ઍન્ડ ડૉક્ટર્સ’માં પોલીસના રોલમાં પ્રાણ પૂરવા માટે સ્પેશ્યલ ડાયટ અપનાવી હતી. આ થ્રિલર વેબ-સિરીઝ હાલમાં ALTBalaji અને Zee5 પર સ્ટ્રીમિંગ થઈ રહી છે. પોતાના રોલ માટે કેવી તૈયારી કરી હતી એ વિશે પુનિતે કહ્યું હતું કે ‘હા, મેં વજન ઘટાડ્યું હતું. હું એવા તબક્કામાં હતો કે જ્યાં મારે મારી જાતની ખૂબ કાળજી લેવાની હતી. હું એની પ્રોસેસમાં હતો. હું જાણતો હતો કે યુનિફૉર્મ મને બંધ બેસશે. એથી મેં વજન થોડું ઓછું કર્યું. હું મારા લુક સાથે સંતુષ્ટ હતો. હું રોલમાં ફિટ બેસવા માગતો હતો અને એથી મેં સ્પેશ્યલ હાઈ પ્રોટીન ડાયટ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. મેં એ વાતની પણ ખાતરી રાખી કે હું સતત ફિટનેસ પર ધ્યાન આપું. એથી રોલ માટે જરૂરી યોગ્ય આકારમાં હું આવી શકું.’

કપિલને શું થયું?

Kapil Sharma

કૉમેડિયન-ઍક્ટર કપિલ શર્મા ઇન્જર્ડ થયો છે અને તેણે હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર ફોટોગ્રાફર સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તે ઍરપોર્ટ પર વ્હીલ-ચૅરમાં બેઠેલો જોવા મળ્યો હતો. તેને શું થયું છે એ વિશે તેણે કોઈ જાહેરાત નથી કરી. જોકે તે જ્યારે ઍરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે ફોટોગ્રાફર પર તે ગુસ્સે થઈ ગયો હતો અને તેણે તેના પર ગુસ્સો પણ કર્યો હતો.

એક વાક્યના સમાચાર

કાર્તિક આર્યન, તબુ અને કિયારા અડવાણીની ‘ભૂલભુલૈયા 2’ને 1૯ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે.

અનુભવ સિંહાની આયુષ્માન ખુરાનાની ‘અનેક’ને ૧૭ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.

ક્રિતી સૅનન અને વરુણ ધવનની ‘ભેડિયા’ને ૨૦૨૨ની ૧૪ એપ્રિલે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.

આનંદ એલ. રાય સાથે અક્ષયકુમારે ૧૨૭ કરોડ રૂપિયામાં ત્રણ ફિલ્મની ડીલ કરી છે જેમાં ‘અતરંગી રે’, ‘રક્ષાબંધન’ અને એ સિવાય વધુ એક ફિલ્મનો સમાવેશ થાય છે.

23 February, 2021 10:46 AM IST | Mumbai | Agencies

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

દિલ્હી હાઈ કોર્ટે સ્ટે ન આપતાં સુશાંતની ટ્રિબ્યુટ ફિલ્મ થશે રિલીઝ

‘ન્યાય : ધ જસ્ટિસ’માં ઝુબેર ખાન અને શ્રેયા શુક્લા લીડ રોલમાં છે

28 July, 2021 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અનન્યા પાન્ડેનો પિતા હોવાનો મને ગર્વ છે: ચંકી

અનન્યાએ ૨૦૧૯માં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

28 July, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

બૉલીવુડમાં અસ્પાયરિંગ ઍક્ટર્સને છેતરીને પૉર્ન તરફ ધકેલવામાં આવે છે: સોફિયા

રાજ કુન્દ્રાને મુંબઈ કોર્ટ દ્વારા ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, આ વિશે સોફિયાએ કહ્યું હતું

28 July, 2021 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK