° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


દીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન

24 February, 2021 11:50 AM IST | Mumbai | Mumbai correspondent

દીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન

દીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન

દીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન ગઈ કાલે દીકરાને ઘરે લઈ ગઈ હતી. તેણે રવિવારે બીજા દીકરાને જન્મ આપ્યો હતો અને તેને ગઈ કાલે હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી નીકળતી વખતે તેમની સાથે તેમનો મોટો દીકરો તૈમુર પણ સાથે હતો.

Kareena Kapoor

એક વાક્યના સમાચાર

સૈફ અલી ખાન, યામી ગૌતમ, જૅકલિન ફર્નાન્ડિસ અને અર્જુન કપૂરની ‘ભૂત પોલીસ’ને દસ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.
કપિલ શર્માને જિમમાં કસરત દરમ્યાન બૅકમાં ઇન્જરી થઈ હોવાથી તે વ્હીલ-ચૅરમાં જોવા મળ્યો હતો અને તે બહુ જલદી સાજો થઈ જશે એવું તેણે કહ્યું હતું.
જૉન એબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ‘મુંબઈ સાગા’ને ૧૯ માર્ચે રિલીઝ કરવામાં આવશે જેનું ટીઝર આજે રિલીઝ થશે.
વિક્રાન્ત મેસી અને સાન્યા મલ્હોત્રાએ તેમની ક્રાઇમ-થ્રિલર ‘લવ હૉસ્ટેલ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
સૂરજ પંચોલી અને ઇઝાબેલ કૈફની ‘ટાઇમ ટુ ડાન્સ’ને બાર માર્ચે રિલીઝ કરવામાં આવશે.

ચેહરેના પોસ્ટરમાંથી ગાયબ રિયા ચક્રવર્તી

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ‘ચેહરે’નું પોસ્ટર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં રિયા ચક્રવર્તી ગાયબ હતી. ૩૦ એપ્રિલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેમની સાથે રિયા, ક્રિસ્ટલ ડિસોઝા, અનુ કપૂર, ધ્રિતિમાન ચૅટરજી અને રઘુબીર યાદ‍વે પણ કામ કર્યું છે. રુમી જાફરી દ્વારા ડિરેક્ટ અને આનંદ પંડિત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું પોસ્ટર ઇમરાને ગઈ કાલે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. રિયાએ ૨૦૧૯ની જુલાઈમાં તેનું આ ફિલ્મનું ફર્સ્ટ લુક પણ શૅર કર્યું હતું. જોકે તેના બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસમાં તેનું નામ આવ્યું હતું અને ડ્રગ્સના કેસમાં તેને અરેસ્ટ પણ કરવામાં આવી હતી. આ કારણસર ફિલ્મના પોસ્ટર પર કે ઇમરાને ટ્વીટ કર્યું એમાં રિયાનું નામ લેવામાં ન આવ્યું હોય એવું બની શકે છે.

Chehre

મોહનલાલે સ્પેશ્યલ ગિફ્ટ આપી અમિતાભ બચ્ચનને

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) અમિતાભ બચ્ચનને મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ દ્વારા એક સ્પેશ્યલ ગિફ્ટ આપવામાં આવી છે. મોહનલાલની દીકરી વિસ્મયાએ એક બુક લખી અને ઇલસ્ટ્રેટ કરી છે. આ બુકનું નામ ‘ગ્રેન્સ ઑફ સ્ટારડસ્ટ’ આપવામાં આવ્યું છે જેમાં કવિતા અને ચિત્રો છે. આ માટે આભાર વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘મોહનલાલ, મલયાલમ સિનેમાના સુપરસ્ટાર અને એવી વ્યક્તિ જેમનો હું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું તેમણે મને ‘ગ્રેન્સ ઑફ સ્ટારડસ્ટ’ બુક મોકલાવી છે. આ બુકને તેમની દીકરી વિસ્મયાએ લખી અને ઇલસ્ટ્રેટ કરી છે. કવિતા અને ચિત્રોની આ ખૂબ જ ક્રીએટિવ અને સેન્સિટિવ મુસાફરી છે. તે ખૂબ જ ટૅલન્ટેડ છે અને મારી શુભેચ્છા તેની સાથે છે.’

ડિનર છોડીને ફૅન્સને મળવા પહોંચ્યો આયુષ્માન ખુરાના

Ayushmann Khurrana

આયુષ્માન ખુરાના હાલમાં શિલોંગમાં છે અને તેને મળવા માટે તેના ચાહકો ગેટ-ક્રૅશ કરીને હોટેલમાં જતા રહ્યા હતા. આયુષ્માન હાલમાં શિલોંગમાં ‘અનેક’નું શૂટિંગ કરી રહ્યો છે અને તે જે હોટેલમાં રહે છે ત્યાં ઘણા ચાહકો ઘૂસી આવ્યા હતા. આયુષ્માન શૂટિંગ પૂરું કરીને હોટેલમાં આવ્યો હતો અને તે ડિનર કરી રહ્યો હતો ત્યારે તેના ચાહકો અંદર ઘૂસી આવ્યા હતા. તેને આ વાતની જાણ થતાં જ તે ડિનર છોડીને તેમને મળવા પહોંચી ગયો હતો જેથી તેઓ કોઈ કાબૂ બહાર ન જાય. તેના ચાહકોમાં બાળકો પણ હોવાથી આયુષ્માન ઇચ્છતો હતો કે તેઓ બને એટલાં જલદી તેમનાં ઘરભેગાં થાય. આથી તે ડિનર છોડીને તેમની પાસે પહોંચી ગયો હતો.

રુબીનાના ફૅન્સે ઝાટકણી કાઢી જેલસ જૅસ-મીનની

Jasmin Bhasin

મુંબઈ : કલર્સ પર આવતા શો ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ ચાહકોના દિમાગમાં હજી આ સીઝનનું ભૂત નથી ઊતર્યું. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર જૅસ્મિન ભસીનની લોકોએ ઝાટકણી કાઢી હતી. આ સીઝનની વિજેતા રુબીના દિલૈક બની હતી અને એથી જ તેના ચાહકોએ જૅસ્મિનને ખૂબ જ મીન અને જેલસ કહી હતી. શોની શરૂઆતમાં તેઓ ખૂબ જ સારા મિત્રો હતા, પરંતુ તેમની ફ્રેન્ડશિપમાં દરાર પડી હતી અને જૅસ્મિન ખૂબ જ નેગેટિવ દેખાવા લાગી હતી. જૅસ્મિન હાલમાં તેના બૉયફ્રેન્ડ અલી ગોની સાથે કાશ્મીર ગઈ છે જ્યાં તે તેના પરિવાર સાથે સમય પસાર કરશે. અલીએ લાઇવ વિડિયોમાં કહ્યું હતું કે રુબીનાને મિસ કરી રહ્યો છે અને ત્યારે જૅસ્મિનનો ચહેરો લોકોએ નોટ કર્યો હતો. આથી ત્યાર બાદ જૅસ્મિનને લોકો ‘Jealous Jasmean’ એટલે કે જૅસ-મીન કહીને બોલાવી રહ્યા છે. તેમ જ તેમણે અલી સારી પાર્ટનરને ડિઝર્વ કરે છે એવું કહી તેને છોડી દેવા માટે પણ કહ્યું હતું.

24 February, 2021 11:50 AM IST | Mumbai | Mumbai correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના દર્દીઓનો મસીહા બન્યો ટેલીવિઝનનો `રામ`, શરૂ કરી કોવિડ-19 હૉસ્પિટલ

ગુરમીત ચૌધરીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં `આસ્થા` નામની એક કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે.

11 May, 2021 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મમેકર હંસલ મેહતાનો પરિવાર થયો હતો કોરોના સંક્રમિત, કહ્યું આ...

ફિલ્મમેકર હંસલ મેહતાએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે જણાવે છે કે કેવી રીતે તેમણે અને તેમના પરિવારે કોરોનાને માત આપી અને ઘરે પાછા આવ્યા. જણાવવાનું કે પોસ્ટમાં હંસલ મેહતાએ મુંબઇ બીએમસીનો આભાર પણ માન્યો છે.

11 May, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK