Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

17 June, 2021 12:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિનેત્રીઓએ વેકેશનની તસવીરો પોસ્ટ કરી

કે.એલ. રાહુલ અને આથિયા શેટ્ટી, જાહ્નવી કપૂર

કે.એલ. રાહુલ અને આથિયા શેટ્ટી, જાહ્નવી કપૂર


‘ધાકડ’નું શૂટિંગ શરૂ કરવા માટે આતુર કંગના



કંગના રનોટનું કહેવું છે કે તે ‘ધાકડ’નું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ આતુર છે. આ એક સ્પાય થ્રિલર છે જેમાં કંગના એજન્ટ અગ્નિનું પાત્ર ભજવી રહી છે. તેની સાથે આ ફિલ્મમાં અર્જુન કપૂર પણ કામ કરી રહ્યો છે. રજનીશ રેઝી ઘાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ પહેલી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ સિવાય કંગનાની ‘થલાઇવી’ અને ‘તેજસ’ પણ રિલીઝ થવાની છે. કંગનાએ ઇન્સ્ટાસ્ટોરીમાં તેનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘હું ‘ધાકડ’નું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ આતુર છું.’


 

સ્ટાઇલ મેં રહને કા


અથિયા શેટ્ટી હાલમાં તેના કહેવાતા બૉયફ્રેન્ડ ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે હાલમાં ઘણી ચર્ચામાં આવી હતી. તેમણે બન્નેએ થોડા દિવસ પહેલાં એકસરખી કૅપ્શન મુકી હોવાથી તેઓ ચર્ચાનો વિષય બન્યાં હતાં. જોકે આ કૅપ્શન તેમને એક આઇવેઅર કંપની દ્વારા એન્ડૉર્સમેન્ટ કરવા માટે પસંદ કરવામાં આવ્યાં હતાં એ વિશે હતી. તેમણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શૅર કર્યો છે, જેમાં બન્ને સ્ટાઇલિશ લાગી રહ્યાં છે.

 

બદલાવ લાવવા માગે છે સની લીઓની

સની લીઓનીનું કહેવું છે કે આપણે જ બદલાવ લાવી શકીએ છીએ. તે હાલમાં રણવિજય સિંઘા સાથે કેરળમાં સ્પ્લિટ્સવિલાનું શૂટિંગ કરી રહી છે. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો હતો જેમાં તે મેકઅપ વગર જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને તેણે કૅપ્શન આપી હતી કે ‘રિફલેક્ટ કરો, કારણ કે બદલાવ ખૂબ જ જલદી આવે છે.’

 

તાપસી પન્નુ મૉસ્કોમાં વેકેશન માણી રહી છે

તાપસી પન્નુ હાલમાં રશિયાના મૉસ્કોમાં વેકેશન માણી રહી છે. તે આ વેકેશન દરમ્યાન સ્કૂટર ચલાવતી જોવા મળી હતી. સ્કૂટરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરીમાં શૅર કરીને તાપસીએ લખ્યું હતું કે ચલો.

 

બીચ બેબી

જાહ્નવી કપૂરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. એક ફોટોમાં તે બિકિની પહેરીને પાણીમાં દેખાઈ રહી છે તો બીજા ફોટોમાં તે તેના ફ્રેન્ડ ઓરહાન અવત્રામનીનો હાથ પકડીને પાણીમાં જતી જોવા મળી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK