Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું નિધન; અભિનેતાએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો

ટાઇગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયાનું નિધન; અભિનેતાએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો

13 October, 2021 06:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટાઇગરની માતા આયેશા શ્રોફ, સિદ્ધાંત કપૂર, નીલ નીતિન મુકેશ, ડીને પાંડે, રુસલાન મુમતાઝ અને અન્ય લોકોએ પણ શોક વ્યક્ત કર્યો છે.

ટાઇગર શ્રોફ (ડાબે), અમિષા પટેલ (જમણે) સાથે કૈઝાદ કાપડિયા/તસવીરો: સતેજ શિંદે અને મિડ-ડે આર્કાઇવ્સ

ટાઇગર શ્રોફ (ડાબે), અમિષા પટેલ (જમણે) સાથે કૈઝાદ કાપડિયા/તસવીરો: સતેજ શિંદે અને મિડ-ડે આર્કાઇવ્સ


ટાઇગર શ્રોફ (Tiger Shroff)ના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયા (Kaizzad Capadia)નું બુધવારે નિધન થયું છે. અભિનેતાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને આજે વહેલી તકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેમની તસવીર શેર કરી અને લખ્યું હતું કે “રેસ્ટ ઇન પાવર કૈઝાદ સર”.

કૈઝાદે બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેણે ટાઇગર શ્રોફને વ્યાપક તાલીમ આપી છે. બોલિવૂડના પેપરાઝી વિરલ ભાયાણી (Viral Bhayani)એ પણ ઈન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કર્યો હતો અને બી-ટાઉન સેલેબ્સે તેમની પોસ્ટ પર કમેન્ટ્સમાં દુ:ખ વ્યક્ત કર્યું છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


ટાઇગરની માતા આયેશા શ્રોફ, સિદ્ધાંત કપૂર, નીલ નીતિન મુકેશ, ડીને પાંડે, રુસલાન મુમતાઝ અને અન્ય લોકોએ પણ શોક વ્યક્ત કર્યો છે.


વર્ષ 2015માં મિડ-ડે સાથેની મુલાકાતમાં, કૈઝાદે કહ્યું હતું કે તે પોતાને સેલિબ્રિટી ટ્રેનર માનતો નથી. “મને નથી લાગતું કે આ એક મહત્ત્વપૂર્ણ ધ્યેય છે. K11 ફિટનેસ એકેડમીમાં, મારા વિચારો ક્લાસરૂમમાં મારા વિદ્યાર્થીઓને યોગ્ય લક્ષ્યો તરફ પ્રેરિત કરવા માટે મૂકવામાં આવ્યા છે અને “સેલિબ્રિટી ટ્રેનર બનવાની આકાંક્ષા ન રાખો. તેના બદલે, ટ્રેનર બનવાની આકાંક્ષા રાખો, જે પોતાની રીતે સેલિબ્રિટી છે.” આ પણ એક ક્વોટ છે. મારા માટે, કોઈપણ વ્યક્તિ જે મારી ફી ચૂકવવા તૈયાર છે તે “સેલિબ્રિટી” છે. સેલેબ્સ, ખાસ કરીને અભિનેતાઓ, અભિનેત્રીઓ અને મોડેલો સાથે કામ કરતી વખતે મને કોઈ પડકારોનો સામનો કરવો પડતો નથી. આજે, એક સેલિબ્રિટી જે બોડી શેપન બહાર નીકળી જાય છે તેણે કારકિર્દીને અલવિદા કહેવાનો વારો આવે છે. તેથી, ઘણું બધું દાવ પર લગાવી તેઓ હંમેશા અત્યંત ઉત્સુક અને શિસ્તબદ્ધ હોય છે. હું હંમેશા આહાર અને વ્યાયામ પ્રોટોકોલના સંદર્ભમાં તેમની પાસેથી 100% મેળવું છું.” તેમણે કહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2021 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK