Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુઓ બૉલીવુડ સ્ટાર્સે આવી રીતે આપી ગણપતિ બાપ્પાને વિદાઈ

જુઓ બૉલીવુડ સ્ટાર્સે આવી રીતે આપી ગણપતિ બાપ્પાને વિદાઈ

05 September, 2019 03:55 PM IST | મુંબઈ

જુઓ બૉલીવુડ સ્ટાર્સે આવી રીતે આપી ગણપતિ બાપ્પાને વિદાઈ

સલમાન ખાન

સલમાન ખાન


સોમવારે ગણેશ ચતુર્થીના અવસર પર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ ગણપતિ બાપ્પા બિરાજમાન થયા હતા. બાદ મંગળવારે બાપ્પાનું વિસર્જન કર્યું હતું. અર્પિતાએ ગણપતિ બાપ્પાનું વિસર્જન ઘણા ધૂમધામથી કર્યું હતું, જેમા કેટલાક બૉલીવુડ સ્ટાર્સ પણ સામેલ થયા હતા. આ અવસર પર બધાએ ખૂબ ડાન્સ કર્યો. પરંતુ સૌથી વધારે જોરદાર ડાન્સ કરતા દેખાયા હતા સલમાન ખાન.




 


સલમાન ખાને આ અવસર પર દેસી અંદાજમાં ડાન્સ કર્યો હતો. એની સાથે સ્વરા ભાસ્કર અને ડેઝી શાહે પણ ઘણી મસ્તી કરી. સલમાનના ડાન્સના કેટલાક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે મસ્ત થઈને ઢોલ પર ડાન્સ કરી રહ્યા છે. ક્યારેક સ્વરા સાથે, તો ક્યારે ડેઝી સાથે ડાન્સ કરવામાં મશગૂલ હતા.

શિલ્પા શેટ્ટી પણ વિસર્જનમાં ડાન્સ કરતી નજર આવી

2 સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાની સ્થાપના અને સેવા-સત્કાર બાદ હવે એમની વિદાઈનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શિલ્પા શેટ્ટીએ દર વર્ષની જેમ આ સમયે પણ દોઢ દિવસના ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. શિલ્પાએ મંગળવારે દોઢ દિવસ પૂરા થયા બાદ ઢોલ-નગારા સાથે બાપ્પાની વિદાઈ કરી હતી. વિસર્જન પહેલા વિધિવત પૂજા કરવામાં આવી હતી. તે દરમિયાન શિલ્પાએ પતિ રાજ કુન્દ્રા સાથે ઝૂમતી નજર આવી હતી.

આ પણ વાંચો : Pal Pal Dil Ke Paas: જુઓ કરણ દેઓલનો રોમેન્ટિક અને એન્ગ્રી અવતાર

શિલ્પા છેલ્લા કેટલાક વર્ષોથી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે, કારણકે વિસર્જનથી થનારા પ્રદૂષણને રોકવાનો સંદેશો લોકો સુધી પહોંચાડે છે. શિલ્પા પોતાના ઘરમાં જ બાપ્પાને એક કૃત્રિમ તળાવમાં ગણપતિ બાપ્પાને વિસર્જિત કરે છે. શિલ્પાએ બાપ્પાની વિદાઈનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેના સાથે એમણે લખ્યું- ગણપતિ બાપ્પાની વિદાઈ કરવી હંમેશાથી મુશ્કેલીમાં રહી છે. ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા બોલીને બાપ્પાનું વિસર્જન કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2019 03:55 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK