° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

ઑનલાઇન પ્લૅટફૉર્મ પર લાગ્યો સેલ્ફ-ક્લાસિફિકેશનનો નિયમ

26 February, 2021 01:17 PM IST | New Delhi | Agencies

ઑનલાઇન પ્લૅટફૉર્મ પર લાગ્યો સેલ્ફ-ક્લાસિફિકેશનનો નિયમ

ઑનલાઇન પ્લૅટફૉર્મ પર લાગ્યો સેલ્ફ-ક્લાસિફિકેશનનો નિયમ

ઑનલાઇન પ્લૅટફૉર્મ પર લાગ્યો સેલ્ફ-ક્લાસિફિકેશનનો નિયમ

ઑનલાઇન પ્લૅટફૉર્મ પર સેન્સરશિપ લાવવી કે નહીં એ માટે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ગઈ કાલે આ વિશે કેટલાક અગત્યના નિયમોને યુનિયન મિનિસ્ટર પ્રકાશ જાવડેકર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. સંસદ સભ્ય મનોજ કોટક દ્વારા સૌપ્રથમ લોકસભામાં આ માગણી કરાઈ હતી અને હવે સરકારે નિયમોની જાહેરાત કરી. અત્યાર સુધી ઑનલાઇન કન્ટેન્ટ દરેકને ઉપલબ્ધ હતી, પરંતુ એના પર રિસ્ટ્ર‌િક્શન લાવવાને બદલે એને યોગ્ય કૅટેગરીમાં ગોઠવીને કોણ એ જોઈ શકે એના પર નિયંત્રણ રાખવાની વાત કરવામાં આવી છે. આ વિશે પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ‘ઓટીટી (ઓવર--ધ-ટૉપ) પ્લૅટફૉર્મ પર સેલ્ફ-ક્લાસિફિકેશન હોવું જરૂરી છે. ૧૩ વર્ષથી વધુની ઉંમર, ૧૬ વર્ષથી વધુની ઉંમર અને ઍડલ્ટ કૅટેગરી અનુસાર કન્ટેન્ટ રજૂ કરવી જરૂરી છે. આ સાથે જ જે-તે પ્લૅટફૉર્મ પર પેરન્ટલ લૉક પણ હોવું જરૂરી છે.’
પેરન્ટ્સના હાથમાં કન્ટ્રોલ
ઑનલાઇન કન્ટેન્ટને હવે પાંચ કૅટેગરીમાં વેચવામાં આવશે. યુનિવર્સલ કૅટેગરી, U/A ૭+ (સાત વર્ષથી ઉપરના), U/A ૧૩+ (તેર વર્ષથી ઉપરના), U/A ૧૬+ (સોળ વર્ષથી ઉપરના) અને ઍડલ્ટ કૅટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી રૂલ્સ ૨૦૨૧ મુજબ દરેક પ્લૅટફૉર્મે ૧૩ વર્ષથી ઉપરની વ્યક્તિ માટેની કન્ટેન્ટ માટે આવશ્યક પેરન્ટલ લૉક ફીચર હોવું જરૂરી છે. તેમ જ દરેક કન્ટેન્ટની શરૂઆતમાં જ એ કઈ કૅટેગરીમાં આવે છે એ દેખાડવું આવશ્યક કર્યું છે. એ શોમાં કયા પ્રકારની કન્ટેન્ટ હશે એ દર્શકોને શો શરૂ થાય એ પહેલાં જણાવવાનું રહેશે જેથી દર્શકો અથવા તો પેરન્ટ્સ દ્વારા એ શો જોવો કે નહીં એ નક્કી કરી શકાય.
સોશ્યલ મીડિયા પર પણ લગામ
આ સાથે જ સોશ્યલ મીડિયા પર થતી છેતરપિંડી અને અપરાધની સાથે ફેક ન્યુઝને અટકાવવા માટે પણ એક બૉડી બનાવવી જરૂરી છે એવી ચર્ચા કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર ખરાબ ફોટો દેખાડવા, ફોટોશૉપ કરીને લોકોની ઇમેજ બગાડવી તેમ જ ક્રિમિનલ દ્વારા એનો ઉપયોગ કરવો વગેરે પર લગામ લગાવવાની અપીલ કરી છે. આ માટે દરેક સોશ્યલ મીડિયા દ્વારા નોડલ ઑફિસર નિયુક્ત કરવા અને કોઈ પણ વાંધાજનક ન્યુઝને ૨૪ કલાકની અંદર હટાવવા માટેનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ સાથે જ કેટલી ફરિયાદ આવી અને એના પર કઈ ઍક્શન લેવામાં આવી એની તમામ માહિતી સરકારને આપવી જરૂરી છે. આ સાથે જ સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સ ટ્રોલ કરે છે અને એથી જ એવું કોઈ ફીચર કાઢવા કહ્યું હતું કે એમાં યુઝર્સ પોતાનું વેરિફિકેશન કરાવી શકે છે અને એથી જે એની પ્રોફાઇલ ઓરિજિનલ છે કે નહીં એની લોકોને જાણ થઈ શકે.

26 February, 2021 01:17 PM IST | New Delhi | Agencies

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને કર્યો બ્લૅક લિસ્ટ

‘દોસ્તાના 2’માંથી અભિનેતા બહાર, કાર્તિક આર્યન સાથે હવે ક્યારેય કામ ન કરવાનો પ્રોડક્શનનો નિર્ણય

16 April, 2021 05:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કો-ઑર્ડિનેશન કમિટી ઑફ ધ એમ ઍન્ડ ઈ ઇન્ડસ્ટ્રીની કેટલીક ડિમાન્ડ

તેમણે એક પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે

16 April, 2021 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પોતાનાં બાળકોના થતા ટ્રોલિંગ પર ભડકી મંદિરા બેદી

તાજેતરમાં જ તેની દીકરી તારાને ટ્રોલર્સે ‘સ્ટ્રીટ કિડ’ કહી હતી

16 April, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK