° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


‘દિલ બેકરાર’નું પાત્ર મારા દિલની ખૂબ જ નજીક છે : પૂનમ ઢિલ્લન

20 November, 2021 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ કૅરૅક્ટર હું હંમેશાંથી જ ભજવવા માગતી હતી. આ પાત્ર એક મહિલા તેના હસબન્ડને, તેનાં બાળકોને સપોર્ટ કરે છે અને હંમેશાં ફૅમિલીની પડખે ઊભી હોય છે એ વિશે છે.

પૂનમ ઢિલ્લો

પૂનમ ઢિલ્લો

પૂનમ ઢિલ્લનનું કહેવું છે કે તેના આગામી શો ‘દિલ બેકરાર’નું તેનું પાત્ર તેના દિલની નજીક છે. આ શોમાં તે મન્તા ઠાકુરનો રોલ ભજવી રહી છે. હબીબ ફૈઝલે શો ડિરેક્ટ કર્યો છે. આ શો અનુજા ચૌહાણની બુક ‘ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સ’ પરથી બનાવવામાં આવ્યો છે. આ શો ૨૬ નવેમ્બરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાનો છે. શોમાં પદ્મિની કોલ્હાપુરે અને રાજ બબ્બર પણ લીડ રોલમાં જોવા મળશે. સાથે જ સહેર બમ્બા, અક્ષય ઑબેરૉય, મેધા શંકર અને સુખમણી સદાના પણ દેખાશે. પોતાના રોલ વિશે પૂનમ ઢિલ્લને કહ્યું હતું કે ‘મેં જે પાત્ર ‘દિલ બેકરાર’માં ભજવ્યું છે એને મેં ખૂબ એન્જૉય કર્યું હતું. એ મારા દિલની અતિશય નજીક છે. આ કૅરૅક્ટર હું હંમેશાંથી જ ભજવવા માગતી હતી. આ પાત્ર એક મહિલા તેના હસબન્ડને, તેનાં બાળકોને સપોર્ટ કરે છે અને હંમેશાં ફૅમિલીની પડખે ઊભી હોય છે એ વિશે છે. આ રોલને ભજવતાં મારી મમ્મીને જોઈ હતી. આ જ રોલ હું હાલમાં રિયલ લાઇફમાં ભજવી રહી છું. આ ખૂબ જ સુસંગત રોલ છે.’

20 November, 2021 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મલાઈકાએ અર્જુન સાથે પૂલની અંદર કર્યુ વર્કઆઉટ, ફેન્સ બોલ્યા તમે અર્જુન ભાઈને....

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહ્યા છે.

05 December, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લગ્ન પહેલાંની ભાગદોડ

કૅટરિના કૈફ ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરની બહાર જોવા મળી હતી

05 December, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

જાદુ કી ઝપ્પી

એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે

05 December, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK