અનુરાગ કશ્યપની આ ફિલ્મ ૧૯ ઑગસ્ટે રિલીઝ થવાની છે

‘દોબારા’નું પોસ્ટર
તાપસી પન્નુની ‘દોબારા’નું પ્રીમિયર ૨૩ જૂને લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે. અનુરાગ કશ્યપની આ ફિલ્મ ૧૯ ઑગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી એક એવી માતાની છે જે એક બાળકને બચાવે છે. આ ફિલ્મને એકતા કપૂર અને શોભા કપૂરે અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ થ્રિલર ફિલ્મ દ્વારા ત્રીજી વખત તાપસી અને અનુરાગે સાથે કામ કર્યું છે. તો ‘થપ્પડ’માં જોવા મળેલો પાવેલ ગુલાટી પણ બીજી વખત તાપસી સાથે દેખાશે. ફિલ્મમાં સાસ્વત ચૅટરજી અને રાહુલ ભટ્ટ પણ જોવા મળશે. લંડન ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ નાઇટ ગાલામાં આ ફિલ્મનું પ્રીમિયર થવાનું છે. એને લઈને તાપસીની સાથે જ મેકર્સ પણ ઘણા ખુશ છે.