તાપસીની આ ફિલ્મને દશેરાના દિવસે રિલીઝ કરવામાં આવશે
‘રશ્મિ રૉકેટ’માં તાપસી પન્નુ
તાપસી પન્નુની ‘રશ્મિ રૉકેટ’ Zee5 પર દશેરાના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મ કચ્છની એક ઍથ્લીટના જીવન પર આધારિત છે જેણે જીવનમાં ઘણા પડકારોનો સામનો કરીને જીવનની લાંબી દોડમાં જીત મેળવી છે. ફિલ્મને આકર્ષ ખુરાનાએ ડિરેક્ટ અને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તાપસીની સાથે પ્રિયાંશુ પૈનયુલી પણ જોવા મળશે. પોતાના પાત્ર માટે તાપસીએ સારુંએવું ટ્રાન્સફૉર્મેશન કર્યું હતું. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘પડકારોથી ભરેલી રેસ શરૂ થઈ ચૂકી છે. હવે રાવણ દહન પર જ આ અટકશે. આ વર્ષે રશ્મિએ ઘણુંબધું નષ્ટ કરવાનું છે. આ રેસમાં રશ્મિ સાથે દોડવા માટે તૈયાર થઈ જાઓ. તેને તમારી જરૂર છે. ૨૦૨૧ની ૧૫ ઑક્ટોબરે ‘રશ્મિ રૉકેટ’ Zee5 પર આવવાની છે.’