Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીઅરની શરૂઆતમાં જ ભાષાના અવરોધો દૂર કર્યા હતા તાપસીએ

કરીઅરની શરૂઆતમાં જ ભાષાના અવરોધો દૂર કર્યા હતા તાપસીએ

27 May, 2022 04:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તને શું કામ એમ લાગે છે કે મહિલાઓની સિદ્ધિઓ પર ક્યારેક જ ધ્યાન આપવામાં આવે છે? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘પૅન-ઇન્ડિયા કલાકારોના કન્સેપ્ટ વિશે ત્યારે જાગૃત થયા જ્યારે હીરોએ આ ભાષાના બંધનને તોડ્યું હતું.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ


તાપસી પન્નુએ જણાવ્યું છે કે તેણે તેની કરીઅરની શરૂઆતમાં જ ભાષાઓના અવરોધોને દૂર કર્યા હતા. તે હાલમાં શાહરુખ ખાન સાથે ‘ડંકી’માં કામ કરી રહી છે. તેણે સાઉથ ફિલ્મથી જ ઍક્ટિંગની શરૂઆત કરી હતી. બાદમાં તેણે ‘ચશ્મે બદ્દૂર’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એવું કહેવાય છે કે અનેક દાયકાઓથી સાઉથની ઍક્ટ્રેસિસને હીરો કરતાં હિન્દી સિનેમામાં વધુ સફળતા મળે છે. વર્તમાનમાં રકુલપ્રીત સિંહ અને પૂજા હેગડે પણ બૉલીવુડમાં કામ કરી રહી છે. તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તને શું કામ એમ લાગે છે કે મહિલાઓની સિદ્ધિઓ પર ક્યારેક જ ધ્યાન આપવામાં આવે છે? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘પૅન-ઇન્ડિયા કલાકારોના કન્સેપ્ટ વિશે ત્યારે જાગૃત થયા જ્યારે હીરોએ આ ભાષાના બંધનને તોડ્યું હતું. આપણો પુરુષપ્રધાન સમાજ છે અને આપણું સિનેમા પણ મોટા ભાગે પુરુષો દ્વારા ચાલે છે. અન્ય પ્રકારના સિનેમા હજી પણ ઓછા છે. આમ છતાં હું એટલું જરૂર કહીશ કે આપણે ઘણા આગળ આવી ગયા છીએ. જો હું મારી જર્નીની વાત કરું તો બૉલીવુડમાં મને ૯ વર્ષ અને ઍક્ટ્રેસ તરીકે ૧૨ વર્ષ પસાર થયાં છે. મારી પહેલી બૉલીવુડ ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ જ્યારે રિલીઝ થઈ ત્યારે મારી તરફ સાઉથવાલી હિરોઇન તરીકે જોવામાં આવતું હતું. લોકો પર મારી એવી છાપ હતી. અનેક પીઆર પ્રોફેશનલ્સ મને મારી એ ઇમેજ બદલવા કહેતા હતા. તેઓ કહેતા, જો આવું ન થયું તો અહીંના લોકો મને આવકાર નહીં આપે. મને તેમનો આ તર્ક સમજમાં ન આવ્યો. તેઓ કહેતા કે શ્રીદેવીનો આવકાર આખી ઇન્ડસ્ટ્રીએ કર્યો એવું ભાગ્યે જ બને છે. જોકે મેં સાઉથમાં કામ કરવાનું બંધ ન કર્યું. પ્રોજેક્ટ્સ ઘટતા ગયા, પરંતુ મેં એ ફિલ્મોને પૂરી રીતે ન છોડી. વાસ્તવમાં તો મેં જે પ્રકારે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું મારી હિન્દી ફિલ્મોના ખજાનામાં પરિવર્તન થવા માંડ્યુ. મેં એવી ફિલ્મોમાં કામ કર્યું જે મને પ્રેરણા આપે, પછી ભલે મને સારી રકમ ન મળી હોય. હું બધી ભાષામાં નિપુણ થવા માગતી હતી. મારી કરીઅરની શરૂઆતમાં જ હું તો ભાષાઓની બાધાઓને દૂર કરવા લાગી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK