ત્રીજી લહેરની ચપેટમાં આવતાં થઈ ગઈ પૉઝિટિવ
સુઝૅન થઈ આઇસોલેટ
હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝૅન ખાન પણ કોરોના પૉઝિટિવ થઈ છે. તે ઓમાઇક્રોન વેરિઅન્ટની ચપેટમાં આવી છે. સોમવારે રાતે તે પૉઝિટિવ થઈ હતી. ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને સુઝૅને કૅપ્શન આપી હતી કે ‘છેલ્લાં બે વર્ષથી કોવિડ-19ની ચપેટથી હું છટકી જતી હતી, પરંતુ ૨૦૨૨ના ત્રીજા વર્ષમાં એ થોડો ઢીઠ બની ગયો છે અને એણે મને પણ એની ચપેટમાં લઈ લીધી. ઓમાઇક્રોન વેરિઅન્ટે આખરે મારી ઇમ્યુન સિસ્ટમને તોડી પાડી છે. હું પૉઝિટિવ આવી છું. તમે પણ સેફ રહો અને પોતાની કાળજી લો. આ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હું આ ઓમાઇક્રોન સામે લડીને રહીશ.’