Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગિફ્ટમાં ડાયમન્ડ નથી ગમતા સુસ્મિતા સેનને

ગિફ્ટમાં ડાયમન્ડ નથી ગમતા સુસ્મિતા સેનને

19 October, 2021 03:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એટલું જ નહીં એ તો તેના બૉયફ્રેન્ડ રોહમન શોલને પણ તેને માટે ડાયમન્ડ ખરીદવા નથી દેતી

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન


સુસ્મિતા સેનને ગિફ્ટમાં કોઈ ડાયમન્ડ આપે એ પસંદ નથી. તેનું કહેવું છે કે મહિલાઓએ જાતે જ પોતાને માટે ડાયમન્ડ ખરીદવા જોઈએ. એટલું જ નહીં એ તો તેના બૉયફ્રેન્ડ રોહમન શોલને પણ તેને માટે ડાયમન્ડ ખરીદવા નથી દેતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું રોહમને તને કોઈ ઘરેણાં કે ડાયમન્ડ ગિફ્ટ આપ્યા છે. એનો જવાબ આપતાં સુસ્મિતાએ કહ્યું હતું કે ‘મારા ફ્રેન્ડ્સને હું ગિફ્ટમાં ડાયમન્ડ નથી આપવા દેતી. હું જાતે જ ખરીદું છું. મને અન્યને ગિફ્ટ આપવાનું ગમે છે.’

પોતાને માટે પહેલી વખત ખરીદેલા ડાયમન્ડ વિશે સુસ્મિતાએ કહ્યું કે ‘૧૦ સેન્ટ ડાયમન્ડ પ્યૉર ગોલ્ડનો બૅન્ડ ખરીદ્યો હતો. એનો છેડો ખુલ્લો હતો, જેથી ઍડ્જસ્ટ કરી શકાય. ત્યાર બાદ મેં૨૨ કૅરૅટનો ખરીદ્યો. ડાયમન્ડની સાઇઝ અગત્યની છે, જેથી તમે જાણી શકો કે વ્યક્તિ ડાયમન્ડની સાઇઝને મૅચ કરે છે કે પછી દિલની સાઇઝને. દિલની સાઇઝ તો મુશ્કેલ છે એથી તમે ડાયમન્ડની સાઇઝ પર કામ કરો અને એને વધુ ને વધુ મોટો બનાવતા રહો. તમારી પોતાની જાત માટે બેન્ચમાર્ક ઘડવો જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2021 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK