° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


લાઇફનો અર્થ પણ સુશાંત તેની સાથે લઈ ગયો છે: રિયા ચક્રવર્તી

15 June, 2021 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંતના સુસાઇડ માટે ઘણા લોકોએ તેની ગર્લફ્રેન્ડ રિયાને કસૂરવાર ગણી હતી

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તીનું કહેવું છે કે આજ સુધી એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે તેણે સુશાંત સિંહ રાજપૂતને યાદ ન કર્યો હોય. સુશાંતે ગયા વર્ષે ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. તેના સુસાઇડ માટે ઘણા લોકોએ તેની ગર્લફ્રેન્ડ રિયાને કસૂરવાર ગણી હતી. જોકે તેના વિરુદ્ધ હજી સુધી કોઈ પુરાવા નથી મળ્યા. ગઈ કાલે સુશાંતની પહેલી ડેથ ઍનિવર્સરી હોવાથી તેની સાથેનો ફોટો શૅર કરીને રિયાએ કૅપ્શન આપી હતી કે ‘એક પણ ક્ષણ આજ સુધી એવી નથી ગઈ જેમાં મને લાગ્યું હોય કે તું મને છોડીને જતો રહ્યો છે. લોકો કહે છે કે સમયની સાથે બધું સારું થઈ જાય છે, પરંતુ તું જ મારો સમય હતો અને મારું બધું હતો. મને ખબર છે કે હવે તું ઍન્જલ બની ગયો છે અને ચંદ્ર પરથી ટેલિસ્કોપ દ્વારા તું મને જોઈ રહ્યો છે અને પ્રોટેક્ટ કરી રહ્યો છે. હું દરરોજ તારી રાહ જોઉં છું કે તું આવશે અને મને તારી સાથે લઈ જશે. હું દરેક જગ્યાએ તને જોઉં છું. મને ખબર છે કે તું મારી સાથે અહીં જ છે. તારી વાતો યાદ કરીને હું રોજ જીવી રહી છું. હું જ્યારે આ લખી રહી છું ત્યારે મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે તું મને છોડીને જતો રહ્યો છે. તારા વગર કોઈ લાઇફ નથી. લાઇફનો મતલબ તું તારી સાથે લઈ ગયો છે. આ ખાલીપો ક્યારેય નહીં ભરાય. હું પ્રૉમિસ આપું છું કે તું મારી પાસે આવી જશે તો તને દરરોજ માલપુઆ આપીશ અને ક્વૉન્ટમ ફિઝિક્સની બુક આપીશ. મારા બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ મૅન અને મારા પ્રેમને હું દરરોજ મિસ કરું છું.’

15 June, 2021 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નવે નવ રસની ઝાંખી કરાવતી તમિલ ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ

તમિલ એન્થૉલોજી ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં નવે નવ રસ બતાવવામાં આવ્યાં છે.

27 July, 2021 07:38 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

`બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવને બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકોપ્રિય બન્યા છે. તાજતેરમાં સહદેવ નામના બાળકનો બચપન કા પ્યાપ મેરા ભુલ નહી જાના ગીતવાળો વીડિયો વાયરલ થયો છે અને તે લોકપ્રિય બન્યો છે.

27 July, 2021 06:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દી મ્યુઝિક ડ્રામા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે ગુરુ રંધાવા

આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે

27 July, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK