Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનેટ પર સની લીઓની મોસ્ટ ડેન્જરસ

ઇન્ટરનેટ પર સની લીઓની મોસ્ટ ડેન્જરસ

31 October, 2012 05:51 AM IST |

ઇન્ટરનેટ પર સની લીઓની મોસ્ટ ડેન્જરસ

ઇન્ટરનેટ પર સની લીઓની મોસ્ટ ડેન્જરસ






ઇન્ટરનેટની દુનિયામાં પૉર્નસ્ટાર અને બૉલીવુડ ઍક્ટ્રેસ સની લીઓની સૌથી ડેન્જરસ સેલિબ્રિટી છે. ટોચની સાઇબર કંપની મૅકૅફ્રી દ્વારા કરવામાં આવેલા સર્વેના તારણ મુજબ ઇન્ટરનેટ પર સની લીઓનીની શોધ સૌથી જોખમી છે એટલે કે ઇન્ટરનેટ પર સની લીઓની ટાઇપ કરીને સર્ચ કરવાથી તમારું કમ્પ્યુટર વાઇરસનો ભોગ બની શકે છે કે પછી તમે લલચામણી ઑફરમાં ફસાઈ શકો છો. સર્વેમાં સની લીઓનીએ કૅટરિના કૈફ અને કરીના કપૂરને પણ પાછળ પાડી દીધી છે.


સૌથી ડેન્જરસ સેલિબ્રિટીના લિસ્ટમાં લીઓની પછી બીજા ક્રમે કૅટરિના અને ત્રીજા નંબરે કરીના કપૂર છે. ૨૦૧૧માં આ યાદીમાં કૅટરિના કૈફ સૌથી ઉપર હતી. ટોચની પાંચ ડેન્જરસ સેલિબ્રિટીમાં પ્રિયંકા ચોપડા અને બિપાશા બાસુ પણ સામેલ છે. આ ઉપરાંત વિદ્યા બાલન, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય-બચ્ચન અને પૂનમ પાન્ડે પણ આ લિસ્ટમાં સામેલ છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં આઠમા ક્રમે સલમાન ખાન છે. જોકે લિસ્ટમાં સામેલ એકમાત્ર પુરુષ સલમાન છે.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK