પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘તમારે ખાલી રસ્તાઓ, લૉન્ગ ડ્રાઇવ, સારું મ્યુઝિક અને ટાંકી ફુલ જોઈએ. સન્ડે હું શૂટિંગ માટે નીકળ્યો છું.’
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન સન્ડેના પણ શૂટિંગ માટે નીકળી ગયો હતો. તેણે હાલમાં જ ‘ફ્રેડી’નું શૂટિંગ શરૂ કર્યું છે. ઘણા લાંબા સમય બાદ તે કામ પર પાછો ફર્યો છે. તેણે સેલ્ફી શૅર કર્યો છે. ફોટોમાં તેણે હુડી પહેર્યું છે. તે રોડ ટ્રિપનો આનંદ લઈ રહ્યો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘તમારે ખાલી રસ્તાઓ, લૉન્ગ ડ્રાઇવ, સારું મ્યુઝિક અને ટાંકી ફુલ જોઈએ. સન્ડે હું શૂટિંગ માટે નીકળ્યો છું.’