Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુકેશે મને તિહાડ જેલમાં પ્રપોઝ કર્યું હતું : ચાહત ખન્ના

સુકેશે મને તિહાડ જેલમાં પ્રપોઝ કર્યું હતું : ચાહત ખન્ના

29 January, 2023 11:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બસો કરોડના મની લૉન્ડરિંગ કેસમાં ચાહતની પણ પૂછપરછ ચાલી રહી છે

ચાહત ખન્ના

ચાહત ખન્ના


‘બડે અચ્છે લગતે હૈં’માં જોવા મળેલી ચાહત ખન્નાએ જણાવ્યું છે કે સુકેશ ચન્દ્રશેખરે તેને તિહાડ જેલમાં પ્રપોઝ કર્યું હતું. બસો કરોડના મની લૉન્ડરિંગ કેસમાં ચાહતની પણ પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીનાં નામ પણ સંડોવાયેલાં છે અને તેમની પણ અનેક વખત પૂછપરછ કરવામાં આવી રહી છે. ચાહત જ્યારે પહેલી વખત સુકેશને મળી તો તેને એમ લાગ્યું કે તે સાઉથની ટીવી ચૅનલનો માલિક છે. સુકેશ સાથે જેલમાં થયેલી વાતચીત વિશે ચાહત ખન્નાએ કહ્યું કે ‘તેણે મને કહ્યું કે તે મારો ફૅન છે અને તેણે મારો શો ‘બડે અચ્છે લગતે હૈં’ જોયો છે. તેને મને મળવું હતું. હું ચિંતિત થઈ ગઈ હતી અને મેં તેને કહ્યું કે મને અહીં શું કામ મળવા બોલાવી? હું મારા છ મહિનાના બાળકને ઘરે રાખીને આવી છું. મને લાગ્યું કે મને કોઈ ઇવેન્ટ માટે બોલાવવામાં આવી છે. ત્યાર બાદ તો તે ઘૂંટણિયે પડી ગયો અને મને કહ્યું કે તેને મારી સાથે લગ્ન કરવાં છે. હું તેના પર રોષે ભરાઈ અને કહ્યું કે હું પરિણીત છું અને મને બે બાળકો છે. જોકે તેણે મને જણાવ્યું કે મારો હસબન્ડ મારા માટે યોગ્ય વ્યક્તિ નથી. તે મારાં બાળકોનો પિતા બનવા પણ તૈયાર હતો. એ વખતે હું ખૂબ ગભરાઈ ગઈ અને રડવાનું શરૂ કરી દીધું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK