Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સફળતાને અલગ માપદંડથી આંકવામાં આવે છે : સૈફ અલી ખાન

સફળતાને અલગ માપદંડથી આંકવામાં આવે છે : સૈફ અલી ખાન

23 September, 2021 03:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ક્રિપ્ટ પસંદ પડે તો એના પર વધુ વિશ્વાસ આવે છે. ‘ભૂત પોલીસ’ પણ એમાંની જ એક છે. હું મારાં કો-ઍક્ટર્સ અર્જુન, યામી અને જૅકલિન અને ખાસ કરીને અર્જુનનો આભાર માનું છું, કારણ કે હું શરૂઆતથી જ તેની સાથે હતો.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન


સૈફ અલી ખાનનું કહેવુ છે કે સફળતાને અલગ માપદંડથી ગણવામાં આવે છે. તેની ‘ભૂત પોલીસ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર, જૅકલિન ફર્નાન્ડિસ અને યામી ગૌતમ લીડ રોલમાં છે. એ ફિલ્મ વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘એવી કેટલીક સ્ક્રિપ્ટ્સ હોય છે જેને વાંચતાં જ તમે એના પ્રેમમાં પડો છો, કારણ કે એમાં તમને જકડી રાખવાની ક્ષમતા હોય છે. અમને એ અગત્યનું લાગ્યું હતું કે એને બનાવવી જ જોઈએ. સ્ક્રિપ્ટ પસંદ પડે તો એના પર વધુ વિશ્વાસ આવે છે. ‘ભૂત પોલીસ’ પણ એમાંની જ એક છે. હું મારાં કો-ઍક્ટર્સ અર્જુન, યામી અને જૅકલિન અને ખાસ કરીને અર્જુનનો આભાર માનું છું, કારણ કે હું શરૂઆતથી જ તેની સાથે હતો. અમારા સીન્સ દરમ્યાન પણ અમે ખૂબ મજા કરી હતી. દરેકે આપેલા પ્રેમ અને ખુશીનો હું આભાર માનું છું. આજે સફળતાને અજીબ અને અલગ રીતે ગણવામાં આવે છે. ખાસ કરીને તો આ મહામારીના સમયે. મને લાગે છે કે આને ખરા અર્થમાં સફળતા અને અમારી સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો હોય એવું કહી શકાય. આ એક પારિવારિક ફિલ્મ છે અને તમે તમારાં નાનાં બાળકો સાથે તેમને ડરાવ્યા વગર જોઈ શકો છો. ફિલ્મને મળેલા અતિશય પ્રેમથી અમે ખૂબ ખુશ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK