Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ છે : ફિલ્મમેકર આનંદ એલ. રાય

નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ છે : ફિલ્મમેકર આનંદ એલ. રાય

29 June, 2022 06:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમની સારા અલી ખાન અને અક્ષયકુમારની ‘અતરંગી રે’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી

નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ છે : ફિલ્મમેકર આનંદ એલ. રાય

નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ છે : ફિલ્મમેકર આનંદ એલ. રાય


ફિલ્મમમેકર આનંદ એલ. રાયનું કહેવું છે કે ફિલ્મોમાં દેખાડવામાં આવતી નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ ગઈ છે. તેમની સારા અલી ખાન અને અક્ષયકુમારની ‘અતરંગી રે’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. હવે તેમની અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર સાથેની ‘રક્ષાબંધન’ અને જાહ્નવી કપૂર સાથેની ‘ગુડ લક જેરી’ પણ આવવાની છે. દેશનાં નાનાં શહેરોની સ્ટોરીને દેખાડવાની ઇચ્છા હોવાનું જણાવતાં આનંદ એલ. રાયે કહ્યું કે ‘મારી હંમેશાંથી ઇચ્છા રહી છે કે ભારતનાં હાર્દ સમા નાનાં શહેરોને સિનેમામાં ભવ્યતાથી દેખાડું અને એ કરવાની મને ખુશી પણ છે. મારી ફિલ્મો પર જે પ્રકારે પ્રેમ વરસાવવામાં આવ્યો છે એને લઈને હું સૌનો આભારી છું. આ ખરેખર તો શીખવાની, બોધપાઠની અને પ્રેમની જર્ની છે. હું એ વાતને લઈને ઉત્સાહી છું કે નાનાં શહેરોની સ્ટોરીઝ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. આશા છે કે હું એવી ફિલ્મો બનાવું જે લોકોને હસાવે, પ્રેમ આપે, રડાવે અને તમારાં દિલોના તારને સ્પર્શી જાય.’


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2022 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK