° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


“હું સ્ટાર છું એવું મેં ક્યારેય નથી માન્યું”

03 July, 2017 06:50 AM IST |

“હું સ્ટાર છું એવું મેં ક્યારેય નથી માન્યું”

“હું સ્ટાર છું એવું મેં ક્યારેય નથી માન્યું”


sridevi


શ્રીદેવીએ બૉલીવુડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને સુપરસ્ટાર હોવા છતાં તેનું કહેવું છે કે તેને ક્યારેય એક સ્ટાર હોવાનો અનુભવ નથી થયો. બૉલીવુડમાં કામ કરવા પહેલાં શ્રીદેવીએ તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ વિશે વધુ જણાવતાં શ્રીદેવી કહે છે, ‘મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે હું એક સ્ટાર છું. મારા મગજમાં ક્યારેય એવી વાત પણ નથી આવી. જે દિવસે તમે એક સ્ટાર છો એવું તમારા મગજમાં બેસી જાય ત્યારે તમે કરીઅરમાં આગળ નહીં વધી શકો. મારા માટે સ્ટારડમ એક ખુશી અને પૉઝિટિવ હોવું છે. મારા માટે સ્ટારડમ ક્યારેય એવું નથી રહ્યું કે હું સ્ટાર છું એવું ફીલ કરવા લાગું. હું મારા ફૅન્સ અને પ્રોડ્યુસરોની આભારી છું, કારણ કે તેમના કારણે આજે હું હવામાં નહીં પણ જમીન પર છું. મારું માનવું છે કે જે દિવસે હું સ્ટાર છે એવું વિચારી લીધું અને મેં સફળતા મેળવી લીધી છે એવું માનવા બેસી ગઈ ત્યારે મારી કરીઅરને ફુલસ્ટૉપ લાગી જશે. તેથી હું આ વિશે વિચારતી જ નથી અને વિચારવા માગતી પણ નથી.’

ખુશી ડાન્સ-શો કરી રહી હોવાની વાતને શ્રીદેવીએ ફગાવી

શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહી છે ત્યારે નાની દીકરી ખુશી એક ડાન્સ-શો કરશે એ વાતને શ્રીદેવીએ ફગાવી દીધી છે. ખુશી હાલમાં એક ડાન્સ-શો માટે ઑડિશન આપી રહી હોવાની વાતો ચાલી રહી છે. આ વિશે પૂછવામાં આવતાં શ્રીદેવીએ કહ્યું હતું કે ‘ખુશી કોઈ પણ પ્રકારનો ડાન્સ ક્લાસ કે પછી ડાન્સ-શો નથી જૉઇન કરી રહી. આમાં કોઈ હકીકત નથી. અમે બધાં ખૂબ જ સરપ્રાઇઝ છીએ. આ ન્યુઝ ક્યાંથી આવ્યા એની અમને પણ ખબર નથી. અમે બધાં આ ન્યુઝ પર ખૂબ જ હસી રહ્યાં હતાં. ખુશીએ પણ મારી પાસે આવીને મને પૂછ્યું હતું કે આ ન્યુઝ ક્યાંથી આવ્યા?’

03 July, 2017 06:50 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ગોથમ વીક માટે રીચા ચઢ્ઢાની ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ને કરવામાં આવી સિલેક્ટ

આ ઇવેન્ટમાં ફિલ્મ, ટીવી અને ઑડિયો શોના સ્ટોરીટેલર આવે છે. આ ઇવેન્ટનું ૧૯-૨૪ સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવશે. આ ઇન્ડો-ફ્રેન્ચ કો-પ્રોડક્શનને પુશીન બર્ટન્સ સ્ટુડિયો, ક્રોવલિંગ એન્ડલ ફિલ્મ્સ અને ડૉલ્ચે વિટા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

04 August, 2021 10:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અગાઉના સમયમાં કૉમેડીને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી : જૉની લીવર

હવે હું જ્યારે યંગસ્ટર્સને જોઉં છું એમાં મારી દીકરી જેમી લીવર પણ સામેલ છે. મારી દીકરી આખો શો કરે છે. તેને જોઈને મને સકારાત્મક પરિવર્તન આવ્યાનો અહેસાસ થાય છે.’

04 August, 2021 10:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ઍન્ડ્રૉઇડ કુન્જાપ્પન વર્ઝન 5.25’ની હિન્દી રીમેકમાં દેખાશે અનિલ કપૂર?

આ ફિલ્મમાં એક પિતાની વાત છે જેનો બૉન્ડ એક રોબોટ સાથે બની જાય છે. આ પિતાનો દીકરો રશિયામાં જૉબ કરતો હોય છે. તે પિતાની દેખભાળ માટે એક રોબોટ લાવે છે અને પિતાનો રોબોટ સાથે ખૂબ જ સારો બૉન્ડ બની જાય છે.

04 August, 2021 10:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK