Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ અભિનેતાએ કર્યો આપઘાત

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ અભિનેતાએ કર્યો આપઘાત

23 January, 2023 08:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટોલીવુડ અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા (Sudheer Varma Suicide) કરી લીધી છે. મળતી માહિતી મુજબ તેણે વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તેની સાથે કામ કરનાર સુધાકરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં જ ટીવી અભિનેત્રી તુનીશા શર્મા(Tunisha Sharma)એ સેટ પર આપઘાત કર્યો હતો. આ ઘટનાનો પડઘો હજી શાંત નથી થયો ત્યાં બીજા એવી ઘટના સામે આવી છે.  સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (South Film Industry)માંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટોલીવુડ અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા (Sudheer Varma Suicide) કરી લીધી છે. મળતી માહિતી મુજબ તેણે વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તેની સાથે કામ કરનાર સુધાકરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

સુધાકરે ટ્વિટર પર લખ્યું, “સુધીર! આટલી સુંદર વ્યક્તિ... તમને જાણીને અને તમારી સાથે કામ કરવું ખૂબ જ સારું લાગ્યું ભાઈ. વિશ્વાસ નથી થતો કે તમે હવે આ દુનિયામાં નથી. ઓમ શાંતિ.” સુધીરે અચાનક આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક દબાણમાં ચાલી રહ્યો હતો. સુધીરના આકસ્મિક નિધનથી સમગ્ર ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના પ્રિયજનો તેમને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.



આ પણ વાંચો : Maharashtra: ભગત સિંહ કોશ્યારીએ રાજ્યપાલના પદ પરથી આપ્યું રાજીનામું


નોંધનીય છે કે સુધીરે વર્ષ 2013માં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તેમની પહેલી ફિલ્મનું નામ `સ્વામી રા રા` હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. તે વર્ષ 2016માં `કુંદનપુ બોમ્મા`થી ખૂબ જ ફેમસ થયો હતો. જો કે આ ફિલ્મ બાદ પણ તેને ઈન્ડસ્ટ્રીમાં સારી ઓફર મળી રહી ન હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 08:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK