Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મિશન ઑક્સિજન

11 May, 2021 01:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોનાના ત્રીજા ફેઝ માટે ફ્રાન્સથી ઑક્સિજન પ્લાન્ટ મગાવી રહ્યો છે સોનુ સૂદ

સોનુ સૂદ

સોનુ સૂદ


સોનુ સૂદ કોરોનાના સમયમાં લોકોની ખૂબ જ મદદ કરી રહ્યો છે. તે હાલમાં લોકોને ઑક્સિજન અને વેન્ટિલેટર્સની સાથે દવા અને હૉસ્પિટલના બેડની પણ વ્યવસ્થા કરી રહ્યો છે. જોકે બીજી વેવમાં પરિસ્થિતિ સરકારના કન્ટ્રોલ બહાર જતાં સોનુએ ત્રીજા ફેઝ માટે અગાઉથી તૈયારી શરૂ કરી દીધી છે. કોવિડને કારણે ઇન્ડિયાના સૌથી અસરગ્રસ્ત એવા ચાર સ્ટેટમાં ઑક્સિજન પ્લાન્ટ નાખવાની કોશિશ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં સોનુએ કહ્યું હતું કે ‘જરૂરિયાતમંદ લોકો માટે અમે ઑક્સિજન પ્લાન્ટ મગાવી રહ્યા છીએ. ઑક્સિજન સિલિન્ડર ન હોવાથી અમે ઘણા લોકોને એનો ભોગ બનતા જોયા છે. અમારી પાસે હવે ઑક્સિજન આવી ગયો છે અને અમે લોકો સુધી પહોંચાડી પણ રહ્યા છીએ. જોકે આ ઑક્સિજન પ્લાન્ટ હૉસ્પિટલની સાથે-સાથે સિલિન્ડરમાં પણ ઑક્સિજન ભરશે. એનાથી ઘણા લોકોની યાતનાનું સમાધાન આવી જશે.’

તેણે આ પ્લાન્ટ માટે ઑર્ડર આપી દીધો છે અને તે દસથી-બાર દિવસમાં ફ્રાન્સથી આવી જશે. આ વિશે સોનુએ કહ્યું હતું કે ‘અમારા માટે આ પરિસ્થિતિમાં સૌથી મોટી ચૅલેન્જ સમય છે. અમે અમારાથી બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી બધું સમયસર આવી જાય અને વધુ લોકોએ તેમનું જીવન ખોવું ન પડે.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2021 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK