Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sonuને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો કેન્સર પીડિત,ભાવુક અભિનેતાએ કહ્યું આ...

Sonuને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો કેન્સર પીડિત,ભાવુક અભિનેતાએ કહ્યું આ...

15 June, 2021 02:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે તો એ સ્થિતિ છે કે લોકો મદદની અપીલ લઈને તેમના ઘરે આવે છે, જેમની મુશ્કેલીઓેને દિગ્ગજ અભિનેતા પોતે સાંભળે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


બૉલિવૂડ અભિનેતા સોનુ સૂદ હવે લોકોના દિલ પર રાજ કરે છે. તો ઘણીવાર અસહાય, ગરીબ, પરેશાન અને બીમાર લોકોની મદદ કરે છે. જેને કારણે લોકો તેના પહેલા કરતા પણ વધારે પસંદ કરવા લાગ્યા છે. સોનુ સૂદને પરેશાન લોકોની મદદ કરતા એક વર્ષથી વધારે થઈ ગયો છે. હવે તો એ સ્થિતિ છે કે લોકો મદદની અપીલ લઈને તેમના ઘરે આવે છે, જેમની મુશ્કેલીઓેને દિગ્ગજ અભિનેતા પોતે સાંભળે છે.

તાજેતરમાં તેમના ઘરે એક કેન્સર પીડિત વ્યક્તિ તેમના ઘરે આવ્યો, જે સોનુ સૂદને જોઇને તેમને પગે લાગવા માંડ્યો અને તેને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. વ્યક્તિની મુશ્કેલી અને સ્થિતિને જોતાં સોનુ સૂદ પણ ભાવુક થઈ ગયા છે. તેમણે વ્યક્તિનો સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે અને તેમની માટે ભાવુક પોસ્ટ પણ લખી છે. સોનુ સૂદે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેનારા કલાકારોમાંનો એક છે.



તેમણે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેન્સર પીડિત વ્યક્તિનો વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં અભિષેક નામની વ્યક્તિ સોનુ સૂદને મળતા જ રડવા માંડે છે અને તેને પગે લાગે છે જો કે, સોનુ સૂદ તેને આમ કરવાની ના પાડે છે અને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. વીડિયોમાં દેખાય છે કે વ્યક્તિને ચૂપ કરાવ્યા પછી સોનુ સૂદ તેને ગિફ્ટમાં ફોન પણ આપે છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)


આ વીડિયો શૅર કરતા સોનુ સૂદે વ્યક્તિ માટે ભાવુક પોસ્ટ લખી છે. તેણે પોસ્ટમાં લખ્યું, "આખા દેશમાં જે રીતે લોકો મુશ્કેલીઓ સામે જજૂમી રહ્યા છે તે હ્રદય દ્રાવક છે, જો કે, હવે કોવિડ-19ના કેસ ઓછા થઈ રહ્યા છે પણ કેટલાક પરિવારોથી સ્થિતિ હજી પણ તેવી જ છે. મળો અભિષેકને જેણે પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી અને હજી પણ તે સારવાર કરાવી રહ્યો છે."

સોનુ સૂદે પોસ્ટમાં આગળ લખ્યું, "તેના પ્રેમથી અભિભૂત છું અને તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. લોકોને અપીલ છે કે તે આગળ આવે, આપણે મળીને લોકોની મદદ કરીએ જેથી તે આ મુશ્કેલીઓથી બહાર આવી શકે." સોશિયલ મીડિયા પર સોનુ સૂદની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. દિગ્ગજ અભિનેતાના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેની પોસ્ટને લાઇક કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK